ક્રાઇમ:જળસંપત્તિ વિભાગના કર્મચારીને જીવતા સળગાવી દેવાની ધમકી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીગ્રામના શ્યામનગરમાં રહેતા અને જળસંપત્તિ વિભાગમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં નરેન્દ્રભાઇ મંગાભાઇ ચાંડપા (ઉ.વ.56)એ તેમને ધમકી દીધા અંગેની નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી હરેશ વાળા, હિરેન ચંદ્રકાંત, ચંદ્રકાંત વાળા અને કાના વાળાના નામ આપ્યા હતા. નરેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા સતિષ મોચી સહિતનાઓ છેલ્લા આઠ વર્ષથી નજીવી બાબતે હેરાન કરે છે અને પોતે મકાન વેચીને જતા રહે તે માટે ત્રાસ ગુજારે છે, જ્ઞાતિ અંગે અપમાનિત કરી જો ઘર ખાલી કરીને જતા નહીં રહો તો જીવતા સળગાવી નાખીશું તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...