તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા પર માંગ:રાજકોટમાં હોસ્પિટલમાં બેડની વિગત આપતું પોર્ટલ બનાવવા હજારો લોકોએ સોશિયલ મીડિયામાં અભિયાન છેડ્યું

રાજકોટ15 દિવસ પહેલા
  • સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને પરેશાની હોવાના આક્ષેપો કર્યા

રાજકોટ શહેરમાં કોરોના મહામારી દિવસેને દિવસે ભરડો લઈ રહી છે અને આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓ બેડ શોધવા માટે આમ તેમ ભટકી રહ્યાં છે અને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ બધા વચ્ચે શહેરીજનોએ સોશિયલ મીડિયા પર રાજકોટ શહેરની હોસ્પિટલોમાં બેડની સ્થિતિ જણાવતું પોર્ટલ બનાવવા માટે અભિયાન છેડ્યું છે.

સમયસર સારવાર મળી શકે તે માટે આ અભિયાન શરૂ
રાજકોટવાસીઓએ #Rajkot Needs BedPortal હેશટેગ વાપરી સોશિય મીડિયા પર પોસ્ટ કરી અભિયાન ચાલુ કર્યું છે. જેમાં લોકોએ મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરને પોર્ટલ બનાવવા બાબતે રજૂઆત કરી છે. લોકોને બેડ શોધવા માટે ભટકવું પડે નહીં અને સરળતાથી યોગ્ય-સમયસર સારવાર મળી શકે તે માટે આ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યુ છે.

આ પોર્ટલ તૈયાર કરવામાં આવે તો લોકોને સીધો ફાયદો
માત્ર નામથી જ સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટ સિટીમાં લોકો કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને હેરાન પરેશાન થાય છે. કેટલાક દર્દીઓને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત નીપજ્યા હોવાના પણ બનાવ સામે આવ્યા છે. ત્યારે રાજકોટવાસીઓએ ઊંઘતા તંત્રને જગાડવા માટે અભિયાન ચાલુ કર્યું છે. હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે અને સપોર્ટ કર્યું છે. જો આ પોર્ટલ તૈયાર કરવામાં આવે તો લોકોને સીધો ફાયદો થઇ શકે તેમ છે ત્યારે લોકોનો અવાજ સાંભળશે કે કેમ તે જોવું અગત્યનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો