તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો વેડફાટ:રાજકોટમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉંચા ફૂવારા થયા, હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું

રાજકોટ2 મહિનો પહેલા
  • JCBથી વિસ્તારમાં કામ કરતા પાઇપલાઇનમાં ભંગાણ થયું

રાજકોટમાં આજે વોર્ડ નંબર 7માં આવેલા રામનાથપરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા જોવા મળ્યાં હતા. જેને લઈને હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ મનપા દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે JCBથી વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ થતું હોવાથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. જેથી આજુબાજુના વિસ્તારમાં પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો.

રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું
વોર્ડ નં -7ના મુખ્ય પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણિતા રામનાથપરા વિસ્તારની પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય હતી. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફૂવારા થતાં જોવા મળ્યાં હતા. આ સાથે જ રસ્તા પર નદીની જેમ હજારો લિટર પાણી વહી ગયું હતું.

તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ
આ ભંગાણ થતા ફુવારા સાથે પાણીનો વેડફાટ થયો હતો. જોકે આ ઘટનાની માહિતી મળ્યા બાદ મહાનગરપાલિકા વોટરવર્કસ શાખા દ્વારા સમારકામની કામગીરી શરૂ કરી છે. પરંતુ ત્યાં સુધી હજારો લિટર પાણી વહી ગયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો