તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિન્ડિકેટની બેઠક પૂર્ણ:સૌ.યુનિ.માં સેમેસ્ટર 1 થી 4માં નાપાસ હોય તેને સેમેસ્ટર 5 માં પ્રવેશ મળશે, સતત બીજા વર્ષે UGCનો પરિપત્ર મોકૂફ

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિ ચેમ્બરમાં રામ ધૂન બોલાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત બીજા દિવસે મળેલી સિન્ડિકેટની બેઠક આજે પૂર્ણ થવા પામી છે. આજે મળેલી ખાસ બેઠકમાં UGC ના પરિપત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે બાદ સતત બીજા વર્ષે યુનિવર્સિટીએ પરિપત્ર મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. ગઇકાલે 16 એજન્ડા ચર્ચા બાદ આજે 17માં એજન્ડા ચર્ચા કરી સિન્ડિકેટની બેઠક પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ પરિપત્રનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિ ચેમ્બરમાં રામ ધૂન બોલાવી હતી.

17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે 17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળવા પામી હતી જેમાં એક મુખ્ય મુદાની ચર્ચા બાકી રહેતા આજે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આજની બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે UGC દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવો.

આ પરિપત્ર રદ કરવા ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી
આ પરિપત્ર રદ કરવા ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી

સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી
સેમેસ્ટર 1 થી 4 માં કેટી હોય તેમને સેમેસ્ટર 5 માં પ્રવેશ ન આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેને રદ કરવા રાજકોટ શહેર NSUI દ્વારા 2 વખત ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિત માં નિર્ણય કરવા યુનિવર્સિટીને સૂચન કરવામાં આવ્યું હતું. આજે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર એક વર્ષ માટે મોકૂફ રાખવા સિન્ડિકેટની બેથકમાં નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે સતત બીજા વર્ષે આ પરિપત્ર રદ કરવા યુનિવર્સિટીને ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...