તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજ કૌભાંડ:ગરીબોનું અનાજ હજમ કરનારાઓને છોડવામાં નહીં આવે, 5 દુકાનદારોના લાઇસન્સ પણ રદ્દ કરાયા: જયેશ રાંદડિયા

રાજકોટ21 દિવસ પહેલા
રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડીયા
  • સાબરકાંઠામાંથી ઝડપાયેલા સસ્તા અનાજના કૌભાંડના તાર રાજકોટ શહેર-જિલ્લા સુધી પહોંચ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુરવઠા વિભાગ સાથે મળી સાબરકાંઠાથી ઝડપી પાડેલ કૌભાંડ અંગે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાંદડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું હતું કે કૌભાંડ અંગે તપાસમાં એક બાદ એક થતા ખુલાસા દરમિયાન કોઈને છોડવામાં નહિ આવે તલસ્પર્શિ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે તપાસ પૂર્ણ થયા બાદ તેના વિરુધ્ધ લાયસન્સ રદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.

જવાબદારોને કોઈ કાળે છોડવામાં નહીં આવે: જયેશ રાદડીયા
તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠામાંથી ઝડપી પાડેલ સસ્તા અનાજના કૌભાંડમાં તાર રાજકોટ શહેર તેમજ જિલ્લા સુધી પહોંચ્યા છે. જે અંતર્ગત પુરવઠા વિભાગે કલેક્ટરના આદેશથી 5 દુકાનદારના લાયસન્સ રદ કર્યા છે. જેમાં જસદણના 4 દુકાનદાનર અને રાજકોટના 1 દુકાનદારનો સમાવેશ થાય છે. બોગસ સોફ્ટવેરના આધારે ગરીબોનું અનાજ પચાવી પાડવાના કૌભાંડ અંગે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવાયું હતું કે, કૌભાંડ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જવાબદારોને કોઈ કાળે છોડવામાં નહીં આવે. ભૂતકાળમાં અનાજ કૌભાંડ આચરનાર દુકાનદારોના લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે જવાબદારો સામે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સાથે કૌભાંડ અંગે પૂરવઠા વિભાગ દ્વારા દુકાનદારોને રૂબરૂ બોલાવી તપાસ કરવામાં આવી રહી છે. ગરીબોનું અનાજ હજમ કરી જનારા કોઈને છોડવામાં આવશે નહી.

બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચરવામાં આવ્યું
સસ્તા અનાજના ગ્રાહકોની ફિંગર પ્રિન્ટીથી અનાજ દેવાના બોગસ સોફ્ટવેરના આધારે કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવવા સોફ્ટવેરનો ઉપયોગ થયાની શંકા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરવઠા અધિકારીને માહિતી આપી હતી. જે પત્રકના આધારે જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...