તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:‘આ મહિલા મારી જ મિત્ર છે’, કહી ચાર શખ્સનો યુવાન પર હુમલો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવતીપરા, જૂના મોરબી રોડ નજીક બનેલો બનાવ
  • નંદનવન સોસાયટીના યુવાન પર ધોકા, પથ્થરના ઘા માર્યા

મહિલાને બળજબરીથી મિત્રતા રાખવાનું દબાણ કરતા શખ્સે તેના અન્ય ત્રણ સાગરીત સાથે મળી યુવાન પર ખૂની હુમલો કર્યો છે. અન્ય બનાવમાં નંદનવન સોસાયટીના યુવાન પર હુમલો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ભગવતીપરામાં રહી શાકભાજીનો વેપાર કરતા આફતાબ યુનુસભાઇ ભટ્ટી નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં, તેના મિત્ર આશિષની મહિલા મિત્રને શકીલ નામનો શખ્સ બળજબરીથી મિત્રતા રાખવા દબાણ કરતો હોય તેને સમાજાવવાની પોતાને વાત કરી હતી. જેથી પોતે, આશિષ સહિતના મિત્રો ભગવતીપરા, જૂનો મોરબી રોડ જઇ શકીલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે શકીલ ઉશ્કેરાય જઇ આ મહિલા મારી જ મિત્ર છે તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા શકીલ સાથે આવેલા તેના મોટાભાઇ સાહીલ, જીગો, જયલાએ પોતાને તેમજ મિત્રોને માર મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં જયલાએ પોતાને પકડી રાખી શકીલે તેની પાસે રહેલી છરીથી હુમલો કરી પેટમાં એક ઘા ઝીંકી નાસી ગયા હતા. હુમલામાં ગંભીર ઇજા થઇ હોય મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

અન્ય બનાવમાં ભગવતીપરા, નંદનવન સોસાયટીમાં રહેતા જયેશ મહેશભાઇ સોલંકી નામના યુવાન પર રઇશ, ફારકો સહિતના શખ્સોએ રવિવારે સવારે ધોકા, પથ્થરોથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

જ્યારે રૈયાધાર, મફતિયાપરામાં રહેતા દિનેશ લક્ષ્મણભાઇ પરમાર નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પાનની દુકાને ઊભો હતો. ત્યારે રવિ પરમારે રૂ.500 ઉછીના માગ્યા હતા. ના પાડતા રવિ ઉશ્કેરાય ગયો હતો. બાદ રવિએ નેફામાંથી છરી કાઢી હાથમાં છરકા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...