• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • This Will Happen In Rajkot. Riverfront, Blueprint Ready, Presentation Presented At Manpa, Will Be Constructed At A Cost Of Over Rs.1000 Crore.

તૈયારી:રાજકોટમાં આવું બનશે આજી રિવરફન્ટ, બ્લુ પ્રિન્ટ તૈયાર, મનપા ખાતે પ્રેઝન્ટેશન રજૂ કરાયું,આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે

રાજકોટ4 મહિનો પહેલા
આજી રિવરફ્રન્ટનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન
  • પ્રથમ તબક્કે બન્ને કાંઠે સુરક્ષા દીવાલ બનશે
  • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ

રાજકોટનાવિકાસ માટે અનેક ભાવિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મૂકવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા આજે મનપા ખાતે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં આજી રિવરફન્ટની બ્લુ પ્રિન્ટ, પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને સમકક્ષ વ્યવસ્થાઓ ઉભી કરાશે

આજી રિવરફ્રન્ટનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન
આજી રિવરફ્રન્ટનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન

દબાણકર્તાઓ કાયદાનું પાલન કરે તો ફાયદામાં રહેશે
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે બન્ને કાંઠે સુરક્ષા દીવાલ બનશે. ચોમાસુ હોય કે ના હોય આજી રિવરફ્રન્ટ માટે ડિમોલિશન કરવામાં કોઈપણ ચમરબંધીની શરમ કે ભલામણ રાખવામાં આવશે નહીં. નદીના પટના દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ ડિમોલિશન થશે ત્યારબાદ નદીકાંઠાના દબાણો દૂર કરાશે. અસરગ્રસ્તોને આવાસો આપવામાં આવશે. કોઈપણ નાગરિક બેઘર નહીં બને પરંતુ રિવરફ્રન્ટમાં નડતરરૂપ દબાણો તો દૂર કરાશે જ. ડિમોલિશન થવાનું છે તે નકકી છે આથી દબાણકર્તાઓ કાયદાનું પાલન કરે તો ફાયદામાં રહેશે.

પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા બેઠક યોજાઈ
પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા બેઠક યોજાઈ

આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે
આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ અંગે વિશેષ માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનો કુલ ખર્ચ 1181 કરોડ છે જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨ અંતર્ગત સરકાર પાસે રૂા.191 કરોડની માગણી કરવામાં આવી છે. આ પ્રોજેકટમાં ડ્રેનેજની ઈન્ટરસેફટર લાઈન માટે 47 કરોડ, આજી નદીની બન્ને બાજુએ દિવાલ અને એન્ટ્રી માટે રૂા.312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બન્ને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે 53.90 કરોડ સહિત કુલ 146.85 કરોડના ખર્ચનો અંદાજ છે.

આજી રિવરફ્રન્ટનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન
આજી રિવરફ્રન્ટનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન

કન્ટિજન્સી ખર્ચ સહિત 416.85 કરોડનો ખર્ચ થશે
મુખ્ય કામો ઉપરાંત અન્ય કન્ટિજન્સી ખર્ચ સહિત 416.85 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગતના વિવિધ પ્રોજેકટ માટે થનાર ખર્ચમાં સુએજ ટિ્રટમેન્ટ પ્લાન્ટ, નદીની સફાઈ, બેરેજબ્રિજના બાંધકામ, 70 મીટરની લંબાઈના 6 ચેકડેમોના બાંધકામ, વોક–વે, પેડેસ્ટ્રીયન બ્રિજ, નદી કાંઠે નવા બગીચા, રામનાથ મહાદેવ મંદિર વિકાસ, નવી માર્કેટ, જૂની નદીની દીવાલોનું મજબુતીકરણ સહિતના આંનુસંગિક કામો હાથ ધરવાના રહે છે.

આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે
આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે

પ્રથમ તબક્કાનું આયોજન

  • આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ
  • આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ
  • આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ
  • નદીમાં થયેલા દબાણો દુર કરાયા
  • પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું
  • ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ
  • નદીની પૂર્વ તથા પશ્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ
અન્ય સમાચારો પણ છે...