ગુરુપૂર્ણિમાં વિશેષ:રાજકોટના આ શિક્ષક ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપે છે, 570 ગરીબ બાળકોનું ભણતર સાથે ઘડતર કરવામાં આવે છે

રાજકોટ3 મહિનો પહેલા
બાળકોને પાયાનું શિક્ષણ અપાય છે 
  • અંધકારમાં ઉજાશ પાથરતી સેવાભાવી સંસ્કાર કેન્દ્ર સમિતિ

'ગુરુ' આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર થાય છે. આજે ગુરુપૂર્ણિમાના દિવસ એક એવા શિક્ષકની વાત કરવી છે જે પોતાની સંસ્થાના માધ્યમથી જે ગરીબ બાળકો શાળાએ ન જઇ શકતા હોય તેની ઝૂંપડપટ્ટીએ પહોંચી જ્ઞાન પીરસવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આજે તેઓની સાથે ઝૂંપડપટ્ટીમાં જ અભ્યાસ કરી ચૂકેલા યુવાનો અન્ય ઝૂંપડપટ્ટીના બાળકોને અભ્યાસ પૂરો પાડે છે.

સંસ્કાર કેન્દ્ર સમિતિ ચલાવતા તક્ષભાઈ મિશ્રા
સંસ્કાર કેન્દ્ર સમિતિ ચલાવતા તક્ષભાઈ મિશ્રા

બે શિષ્ય પણ સાથે મળી બાળકોને અભ્યાસ કરાવે છે
રાજકોટમાં રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી સંસ્કાર કેન્દ્ર સમિતિ ચલાવતા તક્ષભાઈ મિશ્રા દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને જ્ઞાન અને કૌશલ્ય રૂપી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આજે ગુરુ પૂર્ણિમાનો ખાસ દિવસ છે છતાં રાજકોટના આ ગુરુનો બડાપો છે અને તેઓ પોતાને ગુરુ નથી માની રહ્યા અને બસ તેઓ હર હમેશ એક જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. આજે પણ તેઓ લક્ષ્મીનગર રેલવે ટ્રેક નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી લગભગ 50 જેટલા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા. તેઓની સાથે તેમના જ બે શિષ્ય પણ સાથે મળી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે.

ઝૂંપડપટ્ટીના બાળકોને જ્ઞાન અને કૌશલ્ય રૂપી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે
ઝૂંપડપટ્ટીના બાળકોને જ્ઞાન અને કૌશલ્ય રૂપી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે

અમારી ટીમ પહોંચતા જ બાળકોનો કલરવ ગૂંજવા લાગે છે
આ અંગે સંસ્કાર કેન્દ્ર સમિતિના સંચાલક તક્ષભાઈ મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજકોટના સ્લમ એરિયાના ગરીબ બાળકોના ભવિષ્યનું ઘડતર અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા શહેરમાં અલગ- અલગ જગ્યાએ કુલ 570 જેટલા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અતિ ગરીબ પરિવારમાંથી આવતાં બા‌ળકોના અભ્યાસમાં કોઈ કમી ન રહે તે માટે હું 2002થી સેવા આપી રહ્યો છું. શહેરમાં અલગ- અલગ 10 જેટલી જગ્યાએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અમારી ટીમ પહોંચતા જ બાળકોનો કલરવ ગૂંજવા લાગે છે. બાળકોને અભ્યાસ સાથે યજ્ઞ-ભાગવદ્દગીતા સહિતનું ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી ઉચ્ચ પોસ્ટ પર નોકરી પણ કરી રહ્યા છે.

તક્ષભાઈની સાથે બાળકોને શિક્ષણ પ્રદાન કરતા રીયાબહેન પરમાર ( ડાબી તરફ) અને સાગરભાઈ ( જમણી તરફ)
તક્ષભાઈની સાથે બાળકોને શિક્ષણ પ્રદાન કરતા રીયાબહેન પરમાર ( ડાબી તરફ) અને સાગરભાઈ ( જમણી તરફ)

બાળકોને સારું શિક્ષણ આપવાનું લક્ષ્ય
સંસ્કાર કેન્દ્ર સમિતિના તક્ષભાઈ મિશ્રા પાસેથી જ્ઞાન મેળવી આજે તેમની સાથે અન્ય બાળકોને અભ્યાસ પૂરું પાડનાર રિયા પરમારે જણાવ્યું હતું કે, અમે તક્ષ મિશ્રા સર પાસેથી જ્ઞાન મેળવ્યું છે એ અમારા ગુરુ છે. તેમને અમારી અંદર રહેલા આર્ટ અને અન્ય લોકો સાથે કેવી વાતચીત કરવી, તેમજ પાયાનું શિક્ષણ પૂરું પાડ્યું છે. હવે અમને મળેલા શિક્ષણને અમે અન્ય બાળકોને આપવા માંગી છીએ અને શાળાએ ન પહોંચી શકતા બાળકોને સારું શિક્ષણ મળે એ અમારો લક્ષ્યાંક છે.

બાળકોને પાયાનું શિક્ષણ અપાય છે
બાળકોને પાયાનું શિક્ષણ અપાય છે