તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB ઈમ્પેક્ટ:દિવ્યભાસ્કરે ગ્રાન્ટ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ, કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ગઇકાલે ગ્રાન્ટ ફાળવતા આજે ભાજપના 68 કોર્પોરેટરોએ શરમાઇને ફાળવી ગ્રાન્ટ

રાજકોટ4 મહિનો પહેલા
  • ગઈકાલે કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરી હતી

રાજકોટ શહેરમાં ઓક્સિજનની અછત અને કોરોનાની ઘાતક બીજી લહેર દરમિયાન પ્રજાના ચૂંટાયેલા નવા ભાજપના નગરસેવકોને દિવ્યભાસ્કરે હળહળતો સવાલ કર્યો હતો. જેમાં બાંકડા માટે ગ્રાન્ટ ફાળવતા કોર્પોરેટરોએ બાટલા માટે ગ્રાન્ટ ફાળવી છે કે કેમ તે અંગે મેયર સહિત શહેરના 4 કોર્પોરેટરોને સવાલ કરવામાં આવ્યો હતો જો કે આ સમયે રાજકોટના એક પણ નગરસેવકે પોતાની ગ્રાન્ટ પ્રજાના આરોગ્ય લક્ષી કામ માટે ફાળવી ન હતી. અને હવે ગઇકાલે કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ ગ્રાન્ટ ફાળવ્યા બાદ શરમાઇને ભાજપના કોર્પોરેટરોએ ગ્રાન્ટ ફાળવણી માટે જાહેરાત કરી છે.

કોંગ્રેસ બાદ ભાજપના કોર્પોરેટરોએ ફાળવી રૂપિયા 5-5 લાખની ગ્રાન્ટ
આજે રાજકોટ મહાનગર પાલિકામાં 18 વોર્ડ પૈકી કુલ 17 વોર્ડમાં ચૂંટાયેલા 68 કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે રૂપિયા 5-5 લાખની ગ્રાન્ટ ફાળવી છે. કોર્પોરેટરો દ્વારા તેમને મળતી ગ્રાન્ટની રકમમાંથી વર્ષ 2021-22ની ગ્રાન્ટના એક કોર્પોરેટરના રૂપિયા 5 લાખ એટલે કે 68 કોર્પોરેટરના મળી 3.40 કરોડ રૂપિયા કોવિડ સારવાર માટે ઉપયોગ માં લેવા ગ્રાન્ટ ફાળવણી કરી છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે કોંગ્રેસના 4 કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરી છે જે બાદ શરમાઇને આજે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ ગ્રાન્ટ ફાળવણી અંગે જાહેરાત કરી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

બાંકડામાં ગ્રાન્ટ બાટલામાં કેમ નહિ:રાજકોટમાં બાંકડાની ગ્રાન્ટ ફાળવનારા નગરસેવકોએ ઓક્સિજન માટે ગ્રાન્ટ ફાળવી નથી, મેયરે કહ્યું- સરકારમાંથી પુરતી ગ્રાન્ટ આવે છે

આખરે કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે ગ્રાન્ટની ફાળવણી કરી
રાજકોટ શહેરમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં 18 વોર્ડ પૈકી એક માત્ર વોર્ડ નંબર 15 ને બાદ કરતાં તમામ 17 વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાઇને આવ્યા છે. હાલ બીજી લહેરના વધતા સંક્રમણમાં આંશિક રાહત શરૂ થઇ છે ત્યારે દેર આયે દુરસ્ત આયે કહેવત સાર્થક કરી કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે.કોર્પોરેટરની આ ગ્રાંટમાંથી કોર્પોરેશનની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કીટ ઇન્સ્ટોલમેન્ટ કરવું તેમજ આરોગ્ય કેન્દ્રમાં જુદા જુદા ટેસ્ટ જેમ કે, ડી-ડાઈમર, સી.આર.પી., સેલ કાઉન્ટ, એલ.ડી.એફ, ફેરીટીન, વિગેરે ટેસ્ટિંગ માટેના મશીન મુકવા ઉપરાંત કોવીડ રિલેટેડ દવા ખરીદવા જણાવવામાં આવ્યું છે.