તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઠંડીનું આ છેલ્લું સપ્તાહ, 24મીથી ગરમીની મોસમ, ન્યુનતમ 18 જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 24 ફેબ્રુઆરીથી ફરી ઝાકળવર્ષા પણ થશે

રાજકોટ-સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ઝાકળવર્ષા થઈ રહી છે જોકે હવે ઝાકળની સ્થિતિ સર્જાશે નહિ અને એક સપ્તાહ સુધી વાતાવરણ ચોખ્ખું રહેશે. ત્યારબાદ ઉનાળાની અસર અનુભવાશે. વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર 18મીથી હવે ઝાકળની શક્યતા નથી અને 23મી સુધી વાતાવરણ ચોખ્ખું રહેશે તેમજ ન્યુનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્શિયસ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્શિયસ રહેશે. આ ગુલાબી ઠંડીનો પિરિયડ હશે જેમાં રાત દરમિયાન ઠાર અનુભવાશે. જોકે 24મી તારીખથી ફરી ઝાકળની સ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે, ઉનાળાની શરૂઆતના ચિહ્નો દેખાઈ રહ્યા છે.

આ દિવસો દરમિયાન પવનની દિશા પશ્ચિમી હશે જેથી દરિયાનો ભેજ સૌરાષ્ટ્ર પર આવશે અને રાત્રી દરમિયાન ઠરીને ઝાકળ રૂપે દેખાશે. આ ઉપરાંત મહત્તમ અને ન્યુનતમ તાપમાનમાં પણ વધારો નોંધાશે. હજુ શિયાળાને પૂરો થવાની વાર છે પણ આ સમયને શિયાળાની વિદાયનો સમય ગણાવી શકાય અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે અલગ અલગ અસર જોવા મળી શકે છે. રાજકોટમાં બુધવારની સ્થિતિએ ન્યુનતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું અને ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. સાંજ સુધીમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્શિયસ થયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ માત્ર 15 ટકા જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો