ભાસ્કર ઇનસાઇટ:આ રહ્યું ડ્રગ્સના વેપારનું કારણ: LOC દ્વારા વેપારનો પ્રતિબંધ, પંજાબ સરહદ પર જાપ્તો વધ્યો તેથી સૌરાષ્ટ્રના કાંઠે સપ્લાય

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્યા-ક્યાંથી ડ્રગ્સ ઘુસાડવાના રેકેટ ઝડપાયા છે તેની માહિતી - Divya Bhaskar
ક્યા-ક્યાંથી ડ્રગ્સ ઘુસાડવાના રેકેટ ઝડપાયા છે તેની માહિતી
  • સૌરાષ્ટ્રના દરિયામાં હજારો બોટ ફરતી હોવાથી માફિયાઓ માટે ડ્રગ્સ સપ્લાયમાં સરળતા

સૌરાષ્ટ્રમાંથી 2019થી અત્યાર સુધીમાં ડ્રગ્સ પકડાવવાની અલગ અલગ 5 ઘટનાઓ બની ચૂકી છે અને મુદ્દામાલનો આંક હજારો કરોડો રૂપિયામાં આંકવામાં આવ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં જ સૌથી વધુ ઘટનાઓ બની છે. તેથી અચાનકથી સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો ડ્રગ્સના વ્યાપાર માટે હોટસ્પોટ બની ગયો છે. તેની પાછળનું મોટુ કારણ જમીની સરહદો પરથી વ્યાપાર બંધ થયા હોવાનું સામે આવ્યુ છે.

સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો દાયકાઓ પહેલા દાણચોરી માટે ખુબ વપરાયો હતો પણ ડ્રગ્સની હેરાફેરી માટે ​​​​​​​એલઓસી તેમજ પંજાબની સરહદનો ખુબ ઉપયોગ થયો હતો. પંજાબમાં જ ડ્રગ્સની ડિમાન્ડ ખુબ રહેતા પાકિસ્તાનથી જમીની રસ્તે જ હેરાફેરી થતી હતી પણ હવે એલઓસી પર કાયદેસર થતા અલગ અલગ વેપાર પણ બંધ થયા છે તેથી તેની આડમાં ડ્રગ્સની હેરાફેરી બંધ થઈ ગઈ છે આ ઉપરાંત પંજાબમાં પણ એન્ટી ડ્રગ મૂવમેન્ટ જોર પકડતા ત્યાં પણ આકરી કાર્યવાહીઓ થઈ રહી છે. આ કારણે સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે હોટ ફેવરીટ બન્યો છે.

2017થી 2019 સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં 7000 કિલો ડ્રગ્સ પકડાવાની ઘટના સૌરાષ્ટ્રના દરીયાકાંઠેથી બની હતી. તે સમયે પણ ડ્રગ્સ મામલે એટીએસ ડીઆઈજી હિંમાશુ શૂક્લાએ મિડીયાને જણાવ્યુ હતુ કે પંજાબ બોર્ડર પર અટકાયત અને એલઓસી પર વેપારના પ્રતિબંધને કારણે ગુજરાતનો દરીયાકાંઠો ડ્રગ્સના હેરફેર માટે વપરાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રના દરીયાકિનારે નાર્કોટિક્સની બનેલી તાજેતરની ઘટનાઓ

21-5-2019: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને ઈનપુટ મળ્યા હતા કે એક પાકિસ્તાની બોટ ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાત આવી રહી છે અને સ્થાનિક બોટમાં ડ્રગ્સની સપ્લાય થશે. કોસ્ટ ગાર્ડે બોટને ઈન્ટરસેપ્ટ કરતા જખૌના દરીયામાં મળી આવી હતી જેનો પીછો કરીને પકડતા તેમાંથી 200 કિલો હેરોઈન મળી આવ્યુ હતુ.

08-01-2020: કચ્છના મધદરીયામાં એક શંકાસ્પદ બોટને ચકાસતા તેમાંથી હેરોઈનના 35 પેકેટ મળી કુલ 35 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ જથ્થો કરાચીથી મોકલવામાં આવ્યો હતો.

15-9-2021: મુદ્રા પોર્ટ પરથી 2 કન્ટેનર ભરેલો 3000 કિલોનો ડ્રગ્સનો જથ્થો DRIએ પકડી પાડ્યો હતો. આ જથ્થો દેશમાં પકડાયેલા ડ્રગ્સમાં સૌથી મોટો છે. જેની કિંમત 21 હજાર કરોડ આંકવામાં આવી છે.

10-11-2021: દ્વારકામાંથી 350 કરોડ રૂપિયાની કિંમતનું 66 કિલો ડ્રગ્સ દ્વારકા પોલીસે પકડી પાડ્યુ હતુ જેમાં 50 કિલો એમડી તેમજ 16 કિલો હેરોઈનનો સમાવેશ થાય છે. એલસીબી, એસઓજી તેમજ એટીએસ સહિતની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું.

14-11-2021: મોરબીના ઝીંઝુડા ગામેથી એટીએસની ટીમે એક મકાનમાંથથી 600 કરોડ રુપિયાની કિંમતનો 120 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. આ જથ્થો દરીયાઈ માર્ગે પાકિસ્તાનથી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...