• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • This Is A Bit Late In Formality, The Rest Of Nareshbhai Is Going To Join The Congress, The High Command Has Also Done OK: Spokesperson Manhar Patel

એક્સક્લૂઝિવ:કમલમ સવારથી રાહ જોઈ બેઠું હોય છે કે, કોંગ્રેસ કોને લઈ જાય છે, નરેશભાઈનું હાઇકમાન્ડે પણ OK કરી દીધું: પ્રવક્તા મનહર પટેલ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • આ પૂર્વે પણ મનહર પટેલે ટ્વીટ કરીને નરેશ પટેલને સત્તાવાર તારીખ જાહેર કરવા જણાવ્યું હતું. જે બાદ તેમણે સત્તાવાર તારીખ જાહેર કરી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની અટકળો વચ્ચે તમામ રાજકીય પક્ષોએ રાજકીય સોગઠાં મારવાની શરૂઆત કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મુલાકાતથી નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યાં છે. ત્યારે પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એ અંગે રાજકોટ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાના સત્તાવાર નિવેદન બાદ કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે દિવ્ય ભાસ્કર સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરતાં જણાવ્યું હતું કે નરેશ પટેલ ચોક્કસપણે કોંગ્રેસમાં જ જોડાશે, આ તો થોડીક ફોર્માલિટીમાં લેટ થયું, બાકી તેઓ તો કોંગ્રેસમાં જ જોડાવાના છે, હાઈકમાન્ડે પણ OK કરી દીધું છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે અને આ અંગે તેમણે સત્તાવાર તારીખો પણ આપી છે કે તેઓ 10થી 15 એપ્રિલ સુધીમાં કોંગ્રેસમાં જોડાઇ જશે. તે પ્રશાંત કિશોર અને અશોક ગેહલોત સાથે તો અનેકવાર જયપુરમાં મળી ચૂક્યા છે અને આ અંગેની ચર્ચાઓ થઈ ચૂકી છે. આ અંગેની ચર્ચાઓ થઈ હોય તો જ નિર્ણય લેવામાં આવી હોય એ સ્વાભાવિક વાત છે.

નરેશ પટેલ પ્રશાંત કિશોર અને અશોક ગેહલોત સાથે તો અનેકવાર જયપુરમાં મળી ચૂક્યા છે
નરેશ પટેલ પ્રશાંત કિશોર અને અશોક ગેહલોત સાથે તો અનેકવાર જયપુરમાં મળી ચૂક્યા છે

કોંગ્રેસને ઘણો ફાયદો થશે
તેમણે જણાવ્યું હતું કે ભાજપના સત્તાવાર નિવેદન પછી તમે સમજી શકો છો કે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને મારે ભારતીય જનતા પાર્ટીની શું વાત કરવી, કમલમનો ઉદય કોંગ્રેસને કારણે થાય છે. આ વાત નક્કી છે કે નરેશભાઈ ભાજપમાં નહીં, પરંતુ કોંગ્રેસમાં જ જોડાશે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થશે. એક મતથી લઈને એક મોટા જનસમુદાય કોંગ્રેસમાં કોંગ્રેસની વિચારધારા તરફ જોડાશે એ નક્કી છે.

કોંગ્રેસનેતા મનહર પટેલે ટ્વીટ કરીને આમંત્રણ પાઠવ્યું હતું.
કોંગ્રેસનેતા મનહર પટેલે ટ્વીટ કરીને આમંત્રણ પાઠવ્યું હતું.

મનહર પટેલે નરેશ પટેલને સત્તાવાર તારીખ જાહેર કરવા કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મનહર પટેલે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે નરેશ પટેલને સત્તાવાર તારીખ જાહેર કરવા જણાવ્યું હતું, એ બાદ તેમણે સત્તાવાર તારીખ જાહેર કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે, તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મીડિયામાં આવકારવાના નિવેદનથી આગળ વધી નરેશ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારિકતાની તારીખની જાહેરાત કરે.

રાજકોટ કોંગ્રસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત.
રાજકોટ કોંગ્રસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત.

નરેશભાઈ કોંગ્રેસમાં જ જોડાશે: રાજકોટ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી
આ મુદ્દે રાજકોટ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે નરેશભાઈ કોંગ્રેસમાં જ જોડાશે. તેમની વિચારધારા એ સમાજ પૂરતી સીમિત હોય છે, પરંતુ જો રાજકારણમાં આવવું હોય તો દરેક સમાજ સાથે જોડાવું પડે. દરેક સમાજનો વિચાર કરવો પડે અને વાત છે પ્રશાંત કિશોરની અશોક ગેહલોત સાથેની મુલાકાતની તો તેઓ થોડા સમય પહેલાં જયપુરમાં એક લગ્નમાં મળ્યા હતા અને ત્યાંથી આ બધું નક્કી થયું છે, પણ એ વાત તો ચોક્કસ છે કે નરેશભાઈ કોંગ્રેસમાં જોડાશે. તેઓ અન્ય કોઈ પક્ષમાં જોડાશે નહીં.

નરેશ પટેલ ભાજપના હાથમાંથી સરકી ગયા છે.
નરેશ પટેલ ભાજપના હાથમાંથી સરકી ગયા છે.

અશોક ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહી છે
થોડા સમય પહેલાં રાજસ્થાનમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી અને એમાં ગુજરાતના રાજકારણના જાણકાર 2017માં કોંગ્રેસને વિજયની નજીક ખેંચી જવામાં સફળ રહેલા પૂર્વ પ્રભારી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહી છે. હવે તેમના શિષ્ય જેવા જ રાજસ્થાન કોંગ્રેસના નેતા ડો.રઘુશર્મા ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા છે.

ભાજપે હવે નરેશ પટેલની આશા છોડી દીધી
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર નેતા નરેશ પટેલને ભાજપમાં ભેળવવા માટેના ભરચક પ્રયાસો છતાં પણ હવે નરેશ પટેલ-હાથમાંથી સરકી ગયા છે તેવો સંકેત મળતાં જ ભાજપે હવે નરેશ પટેલની આશા છોડી દીધી છે. પક્ષનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષને નરેશ પટેલ ફેક્ટર સામી બાજુ છે એમ માનીને ચૂંટણી લડવાની તૈયારી કરવા જણાવી દીધું છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.

કોંગ્રેસ પક્ષને વિજેતા બનાવવા માટે પ્રયાસ
આ ઉપરાંત દેશમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે જાણીતા બનેલા અને અનેક રાજ્યોમાં વિપક્ષને વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોર પણ હવે કોંગ્રેસ સાથે જવા તૈયાર થયા છે. તેઓ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારથિ બનશે. દિલ્હીના અનેક મીડિયા સર્કલમાં આ અંગે જબરી ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ-પ્રશાંત કિશોર બન્ને ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજેતા બનાવવા માટે પ્રયાસ કરે તો નવાઈ નહીં

અન્ય સમાચારો પણ છે...