રજૂઆત:રિક્ષા બંધ રાખવાથી રોજીરોટી ન મળે તેથી હડતાળમાં ન જોડાયા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા યુનિયનની માગણી સ્વીકારવા રજૂઆત

એક પછી એક તમામ ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ સહિતના ભાવ વધ્યા છે. ત્યારે હવે સીએનજીના ભાવ વધતા અને પડતર માગણીને લઈને રાજ્યભરના રિક્ષાચાલકોએ રાજ્યવ્યાપી હડતાળ પાડી હતી, પરંતુ રાજકોટ રિક્ષા એસોસિએશને આ રિક્ષા હડતાળને સમર્થન આપ્યું નથી. રાજકોટમાં વીસ હજારથી વધુ રિક્ષાચાલકો છે. રિક્ષા બંધ રાખવાથી રોજીરોટી મળતી નથી તેમજ લોકો પણ પરેશાન થાય છે જેના કારણે એસોસિએશને હડતાળને સમર્થન આપ્યું નથી. સીએનજીના ભાવ 65 રૂપિયા એક કિલોના થતાં રિક્ષા ભાડામાં પણ નાછૂટકે વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટ રિક્ષા એસોસિએશનના પ્રમુખ હુસૈનભાઈએ જણાવ્યું હતુ કે, અમારી જવાબદારી આવે છે કે લોકો પણ પરેશાન ન થાય તેમજ કોરોનાકાળમાં રિક્ષાચાલકોની રોજીરોટી પણ બંધ થઈ ગઈ હતી અને તેમની રોજીરોટી પણ ન છીનવાઈ તે માટે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રિક્ષા યુનિયને રાજ્યવ્યાપી હડતાળમાં ન જોડાવા માટે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અમારી કેટલીક પડતર માગણી છે કે જેમાં રિક્ષાચાલકને ટ્રાફિક પોલીસ પ્રથમ વખત સીધો આરટીઓનો દંડ આપે છે જેથી રિક્ષાચાલકને હાલાકી ભોગવવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...