બેદરકાર તંત્ર:કાલાવડ રોડ પરના આ બે ખાડા ટૂંક સમયમાં જ સ્વિમિંગ પૂલ બની જશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડશે તો કામ અટકાવી દેવું પડશે

ચોમાસામાં રોડ-રસ્તા અને બ્રીજના કામ અટકાવી દેવામાં આવતા હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ચોમાસાના થોડા દિવસો પહેલાં જ કાલાવડ રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ કરી ખાડાં ખોદવાનું શરૂ કર્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જો 48 કલાકમાં વરસાદ પડશે તો આ બંને ખાડાં સ્વિમિંગ પૂલમાં ફેરવાઇ જશે અને કામ અટકાવી દેવું પડશે.

​​​​​​​યુનિ. રોડનો ઉપયોગ લોકોએ કરવો જોઇએ
કાલાવડ રોડ પર કામના કલાકો દરમિયાન દર બે કલાકે 10,000 વાહનો પસાર થાય છે. હાલ પૂલનું કામ ચાલું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા થોડી વધુ થઇ છે. આથી લોકોએ યુનિવર્સિટી રોડનો ઉપયોગ વધુ કરવો જોઇએ જેથી ટ્રાફિકજામમાંથી મુક્તિ મળે. -ચાવડા, ટ્રાફિક ACP

અન્ય સમાચારો પણ છે...