તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન બની વેગવંતી:આ રહ્યા રાજકોટના વેક્સિનેશન સેન્ટરો, જ્યાં 18+ સહિતના લોકો વેક્સિન મૂકાવી શકે છે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 8362 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટમાં હાલ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શહેરના તમામ વોર્ડમાં અન્ય સ્થળોએ આવેલ જુદી જુદી સ્કુલોમાં વેક્સિનેશન માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.18 થી 44 વર્ષના શહેરીજનો કે જેઓએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારની કોવીડ વેક્સિનેશન અંગેની વેબસાઈટ પર સંબંધિત વય જૂથની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ વેક્સિનેશન માટેની તારીખ અને વેક્સીનેશન માટેનો પોતાને અનુકુળ સમય(ટાઈમ સ્લોટ) બુક કરાવવાનો રહેશે. જે અંગેનું કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર સમયે-તારીખે વેક્સિનેશન માટે જવાનું રહેશે. હાલ બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 8362 લોકોએ કોરોના વેકસીન લીધી છે.

વેક્સિન કેમ્પના સ્થળની વિગત
કોરોના સામેની લડાઈમાં હવે આ વેક્સિન શસ્ત્ર ને આશાના કિરણ સમાન છે જેથી જે વ્યક્તિઓએ વેક્સિનેશન માટે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલ નથી તે તમામ વહેલાસર રજીસ્ટ્રેશન કરાવે તેવી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય કમિટીના ચેરમેનશ્રીએ અપીલ કરેલ છે.

આ રહ્યા રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત વેક્સિનેશનના મથકો
1- શ્યામનગર

 • શ્રી ઉચ્છરંગરાય પ્રાથમિક શાળા નં.૯૦, ૫-ગૌતમનગર, ગાંધીગ્રામ, રાજકોટ
 • શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા નં.૫૬, ધ્રુવનગર, વોર્ડ ઓફીસ પાસે, ગીત ગુર્જરી એરપોર્ટ રોડ, રાજકોટ.
 • શ્રી ડૉ. જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નં.૮૯, રૈયા ગામ, રાજકોટ.

2- નંદનવન

 • પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ.
 • શિવ શક્તિ શાળા નં.૧, આકાશવાણી ચોક, રાજકોટ.
 • શિવ શક્તિ શાળા નં.૨, આકાશવાણી સ્કુલ, રાજકોટ.

3 - નાના મવા

 • શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮, ૪- ગીરનાર સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.
 • શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮-એ, કૃષ્ણનગર મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ.
 • મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાના મૌવા સર્કલ, રાજકોટ.

4 - મવડી

 • શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.૮૪, ગ્રાઉન્ડ ફ્લોર, મવડી ગામ, રાજકોટ.
 • શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.૮૪, ફર્સ્ટ ફ્લોર, મવડી ગામ, રાજકોટ.

5 - આંબેડકરનગર

 • શ્રી અકબરી પ્રાથમિક શાળા નં.૪૭, મહાદેવવાડી મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ.
 • સર જમશેદજી ટાટા પ્રાથમિક શાળા નં.૮૧, ઉદ્યોગનગર, મવડી, રાજકોટ.

6- સદર

 • મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.૧૧, વિદ્યાનગર મેઈન રોડનો ખૂણો, રાષ્ટ્રીયશાળા સામે, રાજકોટ.
 • શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં.૦૮, સદર બજાર, મોટી ટાંકી ચોક, રાજકોટ.
 • મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ.

7- અહીમપ

 • શેઠ હાઈસ્કુલ, ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ.
 • નવયુગ સ્કુલ, હાથીખાના ચોક, રાજકોટ.
 • શાળા નં.૫૫, આનંદનગર ક્વાર્ટર, ઓમ વિદ્યાલય પાછળ, રાજકોટ.

8 - નારાયણ નગર

 • શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નં.૬૯, ધોળકિયા સ્કુલની બાજુમાં, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
 • મીરામ્બીકા સ્કુલ, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
 • જય વિજય સ્કુલ, ગીતા નગર, રાજકોટ.

9 -વિજય પ્લોટ

 • શ્રી ડૉ.એની બેસન્ટ શાળા નં.૨૮, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ૧૨/૬નો ખૂણો, રાજકોટ.
 • અમીન માર્ગ સીટી સિવિક સેન્ટર, રાજકોટ.

10 - રામનાથપરા

 • શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.૧, કિશોરસિંહજી સ્કુલ, કોઠારિયા નાકા, રાજકોટ.
 • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફીસ, કરણપરા ચોક, રાજકોટ.

11 - ન્યુ રઘુવીર

 • શ્રી સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મેહુલનગર, નીલકંઠ પાછળ, અયોધ્યા સોસાયટી મેઈન રોડ, રાજકોટ.
 • શ્રી વિશ્વામિત્ર પ્રાથમિક શાળા નં.૫૨, રઘુવીર સોસાયટી, અવધ મેડીકલવાળી શેરી, રાજકોટ.

12 - હુડકો

 • કાન્તીભાઈવૈદ કોમ્યુનીટી હોલ, કોઠારિયા ફાયર સ્ટેશન પાસે, રાજકોટ.
 • સોમનાથ સ્કુલ, રાજ લક્ષ્મી સોસાયટી, હરીઘવા રોડ, રાજકોટ.

13 - જંકશન

 • શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮-૧, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ.
 • શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮-૨, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ.

14 - આઈએમએ

 • વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ A, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.
 • વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ B, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.

15 - કોઠારિયા

 • જ્ઞાનદીપ સ્કુલ, સુમંગલમ સોસાયટી પાસે, રાજકોટ.
 • કન્યા વિદ્યાલય, કોઠારિયા સોલ્વન્ટ, રાજકોટ.

16 - મોરબી રોડ

 • મોરબી રોડ કોમ્યુનીટી હોલ પહેલો માળ, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પાસે, રાજકોટ.
 • રાજ સ્કુલ, મોરબી રોડ, રાજકોટ.

17 - ભગવતીપરા

 • શ્રી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નં.૪૬, ભગવતીપરા, ખોડિયારપરા, કેસરી પુલ પાસે, રાજકોટ.
 • ઓમ શાંતિ સ્કુલ, ભગવતીપરા મેઈન રોડ, રાજકોટ.

18 - કબીરવન

 • સરદારપટેલ સ્કુલ, પેડક રોડ, રાજકોટ.
 • ઈ.એસ.આઈ.એસ., દૂધ સાગર રોડ, રાજકોટ.