તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:હજુ બે દિવસ હીટવેવ રહેશે, એપ્રિલમાં 45 ડિગ્રીએ પહોંચશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રવિવાર 42 ડિગ્રી તાપમાનમાં આખો દિવસ લૂ વરસતી રહી, બુધવારથી તાપમાન નીચું જશે

રાજકોટમાં રવિવારે ગરમીનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો. જેની સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને આખો દિવસ લૂ વરસતી રહી હતી. રાજકોટમાં હજુ બે દિવસ સુધી હીટવેવ જળવાશે અને ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે. જ્યારે બુધવારથી વિન્ડ પેટર્ન ચેન્જ થવાથી ગરમીનો પારો નીચો જશે.

જોકે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.હવમાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારથી વિન્ડ પેટર્ન ચેન્જ થશે જેને કારણે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે. આ ઘટાડો શનિવાર સુધી જળવાઈ રહેશે. શનિવાર બાદ ફરી પાછો તાપમાનનો પારો ઊંચકાશે. એપ્રિલ માસમાં વાયવ્ય દિશામાંથી પવન ફૂંકાતા હોય છે. રાજસ્થાનના રણથંભોરમાંથી ફૂંકાતા પવનો કચ્છ સુધી આવે છે.જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે.તેથી આખો મહિનો સતત ગરમી રહેશે. આ વખતે એપ્રિલ માસમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે .

સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો સૌથી વધુ રહેશે. એપ્રિલમાં આખો માસ ગરમી રહ્યા બાદ મે માસમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. આ દિવસોમાં વાદળો છવાઈ જતા હોવાથી ગરમીનો પારો નીચે જતો રહેશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. એપ્રિલ માસ રાજકોટ માટે પણ ગરમ બની રહેશે.આગામી 48 કલાક ગરમીમાં થોડી રાહત રહેશે. પરંતુ, એપ્રિલના મધ્યમથી બપોરના સમયે સ્વયંભૂ કરફર્યૂ કરાવી દે તેવો આકરો તાપ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો