વેધર:નવરાત્રિમાં સાર્વત્રિક વરસાદ નહિ આવે, સીબી ક્લાઉડ બનશે તો ઝાપટાં વરસી શકે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જ્યોતિષના મત મુજબ હાથિયો નક્ષત્ર હોવાથી ભારે વરસાદ પડ્યો

વરસાદે વિરામ લીધા બાદ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે આ સાથે જ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. શુક્રવારની સરખામણીએ તાપમાનનો પારો એક ડિગ્રી વધારે રહ્યો હતો. તાપમાનનો પારો 33.4 ડિગ્રી થતા ઉનાળાની ગરમી જેવો અહેસાસ થયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ 6 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે.

સમયે જો ક્યાંય સીબી ક્લાઉડ બનશે તો વરસાદ પડશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા નવરાત્રિમાં કોઈ સાર્વત્રિક વરસાદ પડે તેવી કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી. જ્યારે જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ હાથિયો નક્ષત્ર હોવાને કારણે ભારે વરસાદ પડ્યો, પરંતુ 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. તેમાં કોઇ ભારે વરસાદ પડતો નથી. તેમ શાસ્ત્રી રાજદીપભાઈ જોષીએ જણાવ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર ચોમાસાની વિદાય રાજસ્થાનથી શરૂ થશે અને આ સમયે પવનની દિશા બદલવાની સંભાવના છે. ક્રમશ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે. ચોમાસાની વિદાય સમયે ગરમી- વાતાવરણને કારણે સીબી ક્લાઉડ થાય તો સીબી ક્લાઉડ સર્જાઈ શકે છે. જ્યાં સીબી ક્લાઉડ થશે ત્યાં જ વરસાદ થશે એ સિવાયના વિસ્તારોમાં વરસાદ પડશે નહિ.

જોકે સીબી ક્લાઉડ એક- બે દિવસનું જ બનશે.શનિવારે સવારે લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી થયું હતું અને સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું. સવારના સમયે પવનની ઝડપ 8 કિલોમીટર રહી હતી ત્યારબાદ આખો દિવસ પવનની ઝડપ ઘટી હતી. દિવસભર 1 થી 4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને તાપમાનનો પારો વધારે હોવાને કારણે ગરમી વધારે અનુભવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...