રાજકોટ પોલીસ 'બોડી વોર્ન કેમેરા'થી સજ્જ:દરેક પળનું LIVE રેકોર્ડિંગ થશે, શહેરમાં 300 કેમેરા ફાળવાયા, આજથી ટ્રેનિંગ શરૂ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડી વોર્ન કેમેરાથી પોલીસકર્મી સજ્જ - Divya Bhaskar
બોડી વોર્ન કેમેરાથી પોલીસકર્મી સજ્જ
  • આ કેમેરામાં 50થી 60 મીટરના અંતરમાં થયેલી તમામ ગતિવિધ ઓડિયો સાથે રેકોર્ડ થશે

ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણને નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર ટેક્નોલોજીથી સજ્જ થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવાયા છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ 300 જેટલા કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેને પગલે આજે પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.

તમામ ગતિવિઘી વીડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે
તમામ ગતિવિઘી વીડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે
આજે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી
આજે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી

ગાંધીનગર ખાતે કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત
ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ. પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ. પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યુટી દરમિયાન પોતાના સોલ્ડર પર બોડીવોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે. જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે. ગાંધીનગર ખાતે બોડીવોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જોઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે.

ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક અધિકારી બોડીવોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે
ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક અધિકારી બોડીવોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે

બનાવના યોગ્ય પુરાવા મળી રહેશે
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડી વોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની વર્દી ઉપર કેમેરા લગાડવામાં આવશે. આ કેમેરામાં 50થી 60 મીટરના અંતરમાં થયેલી તમામ ગતિવિઘી વીડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવના યોગ્ય પુરાવા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...