સૌરાષ્ટ્રમાં શનિવારે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરને બાદ કરતા તમામ જિલ્લમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં અને અંદામાન - નિકોબારના દરિયામાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાંથી સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે, પરંતુ આ વાવાઝોડું વરસાદની કોઈ અસર સૌરાષ્ટ્રમાં વર્તશે નહિ. માત્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે તેમ છે. જોકે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે, હજુ બે ડિગ્રી સુધી મહત્તમ તાપમાન વધી શકે છે. જેને કારણે મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાશે.
યાર્ડમાં જણસી ઊભા વાહનમાં સ્વીકારાશે
સોમવારે વરસાદની આગાહીને પગલે બેડી યાર્ડમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે બેડી યાર્ડે ખેડૂતોને તાકીદ કરતા જણાવ્યું હતું કે, સોમવાર રોજના વરસાદની આગાહીને પગલે ચણા, મગફળી, ઘઉં, રાઇ, રાઇડો તથા સુકા મરચાંની આવક ફક્ત ઊભા વાહનમાં સ્વીકારાશે. સોમવારે સવારે 6થી લઇને રાત્રિના 10 સુધી વાહન ક્રમશ: લાઇનમાં માલને સલામત રીતે ઢાંકીને ઊભા વાહનમાં જ આવવા દેવાશે. અ સિવાય તમામ જણસીની આવક રાબેતા મુજબ સ્વીકારાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.