તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનિંગ સેન્ટર:રાજકોટમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનશેે, બધાને તાલીમ અપાશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યમાં તાલીમી સંસ્થા ઊભી કરનારી રાજકોટ પહેલી મનપા
  • હોસ્પિટલમાં નવા કર્મી ફરજ પર હાજર થાય તે પહેલા લેશે તાલીમ

રાજ્યમાં હોસ્પિટલમાં આગના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને આઈસીયુમાં આગ લાગતાં કોવિડના દર્દીઓ મોતને ભેટ્યા છે. અમદાવાદની ઘટના બાદ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પણ આ ઘટના બની છે. હોસ્પિટલ સંચાલકોએ ફાયર એનઓસી હોવાનું કહ્યું હતું પણ ભાસ્કરે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સ્ટાફને ફાયરના સાધનોની યોગ્ય તાલીમ જ અપાઈ ન હતી જેથી આગ બુઝાવી શકાઈ નહીં. તાલીમની આ બાબત રાજકોટ મ્યુનિસિપિલ કમિશનર ઉદિત અગ્રવાલે ખૂબ ગંભીરતાથી લીધી છે અને તેથી જ રાજકોટ મહાનગરપાલિકાની એક ફાયર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ હોય તેવો વિચાર તેમણે મૂક્યો છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ફાયર એનઓસી મેળવાય ત્યારે ફાયરબ્રિગેડ ટ્રેનિંગ આપે છે પણ પછી ક્યારેક એવું બને છે કે તાલીમ પામેલ કર્મચારીએ નોકરી બદલી હોય અથવા તો તે હવે બીજે ફરજ નિભાવતા હોય તેથી ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં સમસ્યા થાય છે.

આથી હવે મનપાના ઈઆરસી ભવનમાં ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે અને તે માટે મંગળવારથી જ કામગીરી હાથ ધરાશે. રાજકોટના જ નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર આર. કે. મહેશ્વરી તેમાં જોડાશે અને ટ્રેનિંગ આપશે. એવો પણ નિયમ બનાવવામાં આવશે કે જ્યારે પણ કોઇ હોસ્પિટલમાં નવા કર્મચારી જોડાય ત્યારે તે ફરજ પર હાજર થાય તે પહેલા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની પાયાની તાલીમ લેશે અને પછી જે તે નોકરી પર હાજર થશે. આ ઉપરાંત નવા ફાયર એનઓસી લેવાય તેમને પણ તાલીમ અપાશે. આ પ્રકારની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ખોલનારી રાજકોટ પહેલી મહાનગરપાલિકા બનશે. હાલમાં જેટલી પણ હોસ્પિટલ છે તે બધાની યાદી બનાવી તેમના સ્ટાફને ફાયર બ્રિગેડ ટ્રેનીંગ આપવાનું શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...