તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:માતૃભાષાને જીવંત રાખવા 5 ઓનલાઈન સ્પર્ધા યોજાશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી શાળાઓને બંધ થતી અટકાવવા પ્રયાસ

માતૃભાષાને જીવંત રાખવા મુંબઈમાં વસતા ગુજરાતીઓ અનોખો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા મુંબઈમાં ગુજરાતી શાળાઓને બંધ થતી અટકાવવા અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવવા 5 સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધાઓમાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે.

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિને મુંબઈમાં વસતા ગુજરાતીઓ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યાં છે. કારણ કે, ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ પણ માતૃભાષા ગુજરાતીને ભૂલી રહ્યા છે. બીજી તરફ બહારના રાજ્યમાં રહેતા મૂળ ગુજરાતીઓ માતૃભાષાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યાં છે. મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ગુજરાતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના સ્થાપક ભાવેશ મહેતાના જણાવ્યા મુજબ મુંબઈમાં 70 જેટલી ગુજરાતી મીડિયમની શાળાઓ હાલ કાર્યરત છે. જેમાં દર વર્ષે 2- 4 શાળાઓ બંધ થઈ રહી છે. ત્યારે ગુજરાતી ભાષાને જીવંત રાખવા આ વર્ષે પણ 5 સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં સંસ્કૃત શ્લોક ગાન, ચિત્ર બોલે છે, સ્વનિર્મિત વાદ્ય વૃંદ રચના, સ્વરચિતં હાસ્ય ફૂલઝર તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ માટે મુંબઈ ગુજરાતી વેબસાઈટ પર 15 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...