હાલાકી:PGVCLનું સર્વર ડાઉન, બિલ કલેક્શન સેન્ટરોમાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીજીવીસીએલના પેટા વિભાગીય કચેરી ઉપરાંત શહેરમાં જુદા-જુદા 18 જેટલા બિલ કલેક્શન સેન્ટર ઉપર વીજગ્રાહકો પોતાનું વીજબિલ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કલેક્શન સેન્ટરમાં પીજીવીસીએલનું સર્વર ડાઉન થઇ જવાને કારણે ગ્રાહકે બિલના પૈસા ભર્યા બાદ સિસ્ટમમાં પહોંચ જનરેટ થતી નહીં હોવાની ફરિયાદ ઊઠી હતી અને દરેક સેન્ટરોમાં વીજગ્રાહકોની લાંબી લાઈન લાગે છે.

શહેરની પ્રત્યેક બિલ કલેક્શન એજન્સીમાં દરરોજ 350થી વધુ વીજગ્રાહકો વીજબિલ ભરવા આવે છે પરંતુ હાલ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં વીજબિલ નહીં ભરાતા અને સર્વર અવારનવાર ડાઉન થઇ જતા વીજગ્રાહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...