એનાલિસિસ:રાજકોટમાં એક વર્ષમાં 575 અકસ્માત થયા, જેમાંથી 170 લોકોના ઓવરસ્પીડને કારણે મૃત્યુ પામ્યાં

રાજકોટએક વર્ષ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં 80% રોડ અકસ્માત ઓવરસ્પીડને કારણે થયા, 5739 લોકો મૃત્યુ પામ્યા, પશુને કારણે 102 દુર્ઘટના બની

રાજ્ય સરકાર માર્ગ સલામતી, રોડ સેફ્ટી અંગેના કાર્યક્રમો કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ પણ ઘણા લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતાના અભાવે રાજ્યમાં દરરોજ નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. રાજ્યમાં 2019ના વર્ષ દરમિયાન 16,503 રોડ એક્સિડન્ટ થયા છે જેમાં 15,976 લોકો ઘાયલ થયા છે અને 7428 લોકો મૃત્યુ પામ્યા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કર્યો રિપોર્ટ
સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કુલ અકસ્માતોની સંખ્યામાં 80 ટકા એટલે કે 13,338 માર્ગ અકસ્માત ઓવરસ્પીડને કારણે થયા છે. જેમાં 5739 લોકોના મૃત્યુ નીપજ્યા છે. તાજેતરમાં જ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કરેલા દેશભરમાં અકસ્માતો અંગેના રિપોર્ટમાં પણ આ બાબત સ્પષ્ટ કરી છે. રાજકોટમાં એક વર્ષમાં 575 અકસ્માત થયા છે જેમાં 170 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ 170 લોકોના મૃત્યુ ઓવરસ્પીડમાં વાહન ચલાવવાને કારણે થયા છે.

એક્સપર્ટ - જે.વી શાહ, રોડ સેફ્ટી નિષ્ણાત
લોકો પિકઅપવાળા વાહનો લે છે, કંટ્રોલ કરવાની આવડતનો અભાવ હોય છે

અત્યારે લોકો હાઈ પિકઅપવાળા વાહનો તો ખરીદી તો લે છે, પરંતુ આવા વાહનોને ચલાવવાની અને કંટ્રોલ કરવાની આવડતનો અભાવ જોવા મળે છે. ચાર રસ્તા પર વાહન ધીમું ન કરવું, ડાબી બાજુથી ઓવરટેઇક કરવો જેવી અનેક ભૂલો લોકો કરી રહ્યા છે. ખરેખર વાહનચાલકે રોડની ગતિ મર્યાદા, રોડની સ્થિતિ, વાતાવરણ એટલે કે ગરમી-વરસાદ, રસ્તા પરના ટ્રાફિક અને રોડના પ્રકારને ધ્યાનમાં રાખીને વાહન ચલાવે તો અકસ્માત નિવારી શકાય. બાઈકમાં હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ નહીં પહેરવાને કારણે પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજકોટમાં વાહનની ઠોકરે 28 પદયાત્રિકોના મૃત્યુ નીપજ્યા

વિગતટ્રકબસકારજીપટ્રેક્ટરરિક્ષાબાઈકસાઇકલપદયાત્રિકો
ગુજરાત96225711612051574092991114728
રાજકોટ8318-91279228
  • 278 અકસ્માત રાજકોટના રસ્તા પર થયા જેમાં 58 લોકોના મૃત્યુ થયા
  • 151 અકસ્માત રાજકોટ નજીક નેશનલ હાઈવે પર થયા જેમાં 67ના મોત થયા
  • 146 અકસ્માત રાજકોટ નજીક સ્ટેટ હાઈવે પર થયા જેમાં 45ના મોત થયા

કારણઃ રાજ્યમાં 13,338 અકસ્માત ઓવરસ્પીડને કારણે થયા

અકસ્માતનું કારણગુજરાતરાજકોટ
કેસમૃત્યુકેસમૃત્યુ
ઓવરસ્પીડ13,3385739575170
જોખમી-બેફિકરાઇ1821972--
નશો કરી ડ્રાઈવિંગ9441--
શારીરિક થાક23589--
વાહનમાં ખામી15997--
એનિમલ ક્રોસિંગ10270--
ખરાબ હવામાન405246--
ખરાબ વિઝિબિલિટી300168--
હવામાન અન્ય કારણો10578--
ખરાબ રસ્તા10341--
રસ્તા પર વાહન પાર્કિંગ11167--
અજાણ્યા કારણો296--
અન્ય કારણો10660
કુલ16,5037428575170

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...