તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડ છલકાયું:રોડની બન્ને બાજુ 5 કિમીની વાહનોની લાઈન લાગી

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે રૂપિયા 20 કરોડનો વેપાર થવાની શક્યતા

માર્ચ એન્ડિંગને હિસાબે યાર્ડમાં એક સપ્તાહની રજા જાહેર કરવામાં આવી હતી. આ રજા આજે શુક્રવારે પૂરી થાય છે. યાર્ડ શરૂ થવાના 24 કલાક પૂર્વે ગુરુવારે આવક શરૂ કરવામાં આવી હતી. એક સપ્તાહ પછી આવક શરૂ થતી હોવાને કારણે ગુરુવારે યાર્ડ જણસીથી છલકાઈ ‌ઉઠ્યું હતું અને બન્ને બાજુ વાહનોની 5 કિલોમીટરની લાંબી લાઇન લાગી હતી. યાર્ડની અંદર વાહનોને પ્રવેશ આપવાની મંજૂરી મળતા એક હજાર વાહનો આવી શક્યા હતા. જ્યારે બાકીના વાહનો બહાર રાખવા પડ્યા હતા.આજે 20 કરોડનો વેપાર થવાની સંભાવના છે.

ગુરુવારે સૂકા મરચાં,ધાણા, ઘઉં, જીરા, કપાસ, મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી. હાલ અત્યારે મસાલાની સિઝન ચાલુ હોવાથી સૌથી વધુ આવક, ઘઉં, સૂકા મરચાં, જીરાની થઈ હતી. કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અજયભાઈ ખૂંટના જણાવ્યાનુસાર આ પહેલા ક્યારેય આટલી જણસીની આવક થઈ નથી. આજથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. એક સપ્તાહ સુધી યાર્ડ બંધ રહેવાથી અન્ય શહેરો અને રાજ્યમાંથી ડિમાન્ડ નીકળી છે અને એક જ દિવસમાં રૂ.20 કરોડનો વેપાર થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો