અરજી:સમરસમાં રહેવા માટે 3315 ઓનલાઇન અરજી આવી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોયઝ માટે 1793, ગર્લ્સ હોસ્ટેલમાં 1522 અરજી

કોરોનાની મહામારીને કારણે લાંબા સમયથી વિદ્યાર્થીઓ માટે બંધ રહેલ રાજકોટની સમરસ હોસ્ટેલ શરૂ થવા જઈ રહી છે. હોસ્ટેલમાં રહેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી. 15 નવેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ મળી 3315 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી છે.

સમરસ કુમાર અને કન્યા બંને હોસ્ટેલ શરૂ થવા જઈ રહી છે. હોસ્ટેલમાં રહેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી 23 ઓક્ટોબરથી અરજીઓ મગાવવામાં આવી હતી. અરજીને ઓનલાઈન પોર્ટલમાં ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. અત્યાર સુધી કુલ મળી 3315 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં રહેવા માટે ઓનલાઇન અરજી કરી છે.

જેમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે 1793 વિદ્યાર્થીએ અરજી કરી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા માટે 1522 વિદ્યાર્થિનીએ અરજી કરી છે. નાયબ નિયામક વિકસતી જાતિના અધિકારી એમ.એમ. પંડ્યાના જણાવ્યા મુજબ અરજી કરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે. આવેલી તમામ અરજીની માર્કશીટને ઓનલાઈન જે-તે યુનિવર્સિટીની વેબસાઈટ પર ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની અરજીને માન્ય રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...