તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:‘અમે 30 જણા હતા, બે વ્યક્તિ નળિયા ઊંચા કરી જોતા હતા અને દીપડો છલાંગ મારીને કૂદ્યો’

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાલાવડના ખરેડી ગામમાં વાડીમાલિક સહિત 3 ખેડૂતને ઈજા, એક વ્યક્તિને 30થી વધુ ટાંકા લેવા પડ્યા
 • વનવિભાગ અને પોલીસની બે કલાકની જહેમત બાદ દીપડો પાંજરામાં પૂરાયો : ગ્રામજનોમાં હાશકારો

રવિવારે બપોરે 3 વાગ્યાના સમયે હું મારી કાર લઈને ખરેડી ગામ જવા નીકળ્યો હતો ત્યાં જ ગામમાં રહેતા ભીખાભાઈ ઘાડિયાનો ફોન આવ્યો કે ‘સરપંચ મારી વાડીએ દીપડાને પાણી પીતો અમે જોયો છે.’ આથી હું કાર સીધી જ ભીખાભાઈની વાડીએ હંકારી ગયો હતો ત્યાં ભીખાભાઈ ઉપરાંત મનસુખભાઈ વેકરિયા અને કાર્તિકભાઈ ક્યાડા પણ હતા. આ ત્રણેય ખેડૂત ખરેડી ગામના જ છે તેઓએ કહ્યું કે, પાણી પીને દીપડો સામેની ઓરડીમાં ઘૂસી ગયો છે આથી મેં ગામમાં જાણ કરતા વધુ કેટલાક યુવાનો પણ ભીખાભાઈની વાડીએ આવ્યા હતા.

અમે લગભગ 30થી વધુ લોકો વાડીમાં હાજર હતા આ સમય દરમિયાન પોલીસ અને વનવિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બે યુવાન ઓરડી પર ચડીને નળિયા ઊંચા કરીને દીપડો અંદર છે કે કેમ તેની તપાસ કરતા હતા આ સમયે ઓરડીમાંથી દીપડો સીધો જ અમે 30 જણા જ્યાં ઊભા હતા ત્યાં અમારી પર ત્રાટક્યો હતો આથી નાસભાગ થઈ ગઈ હતી. લગભગ 5 મિનિટ સુધી અમે 30 વ્યક્તિ અને દીપડા વચ્ચે પકડા પકડી અને ભાગાભાગી થઈ હતી જેમાં ભીખાભાઈ તેમજ મનસુખભાઈ વેકરિયા અને કાર્તિકભાઈ ક્યાડાને ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ દીપડો ફરી ઓરડીમાં ઘૂસી ગયો હતો. કાર્તિકભાઈને અંદાજે 30 ટાંકા લેવા પડ્યા હતા ત્રણેય ખેડૂતને ખરેડી આરોગ્ય કેન્દ્રમાં જ સારવાર આપવામાં આવી હતી.

સાંજના છ વાગ્યે વનવિભાગના 12 કર્મચારી અને અધિકારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ પણ ખરેડી આવી પહોંચ્યો હતો અને ભીખાભાઈ ઘાડિયાની વાડીમાં દીપડો જે ઓરડીમાં ઘૂસી ગયો હતો ત્યાં કોર્ડન કરી લેવામાં આવ્યું છે. દીપડાને બેભાન કરવા માટે ઈન્જેક્શન પણ અધિકારીઓ સાથે લઈને આવ્યા હતા પાંજરું પણ મગાવવામાં આવ્યું છે. રાત સુધીમાં દીપડો પકડાઈ જાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો