તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પાર ટ્રાફિક:મુંબઈથી વિમાનમાં આવવા અને દિલ્હી જવા ટ્રાફિક રહ્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફ્લાઈટ ડેઈલી થયા બાદ પહેલે દિવસે દિલ્હી ગયા 60 અને મુંબઈથી આવ્યા 60 મુસાફરો

કોરોના બાદ રાજકોટ એરપોર્ટ પરથી બુધવારથી એર ઈન્ડિયાની ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરવા લાગી છે અને આજથી સ્પાઇસ જેટની ફ્લાઇટ શરૂ થશે. એર ઇન્ડિયાની ફ્લાઈટ પૂર્વવત થયા બાદ પહેલે દિવસે મુંબઈથી રાજકોટ આવવામાં અને રાજકોટથી દિલ્હી જવામાં મુસાફરોનો ટ્રાફિક વધારે રહ્યો હતો. પહેલે દિવસે અંદાજિત 60 મુસાફર રાજકોટથી દિલ્હી ગયા હતા અને આવ્યા હતા માત્ર 50 જ. જ્યારે રાજકોટથી મુંબઇ જનારની સંખ્યા 30 હતી અને મુંબઈથી રાજકોટ અંદાજિત 60 મુસાફર આવ્યા હતા.

એરપોર્ટમાંથી મળતી માહિતી મુજબ હાલ અત્યારે જે મુસાફરો જાય છે તે વ્યાપાર ઉદ્યોગ માટે અથવા તો મેડિકલ ઈમર્જન્સી અથવા તો તાત્કાલિક જેમને પહોંચવાનું છે તેવા જ મુસાફરો મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે એર ઈન્ડિયાની જ ફ્લાઇટ ઉડાન ભરતી હતી.

જેથી તેમાં ધસારો અને ટ્રાફિક વધારે રહેતો હતો. તેના બદલે હવે અન્ય ખાનગી એરલાઇન્સ પણ શરૂ થતા ધીમે ધીમે ટ્રાફિક હળવો થશે અને વેઇટિંગ પણ ઓછું થશે. આજથી સ્પાઇસ જેટની દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે. આ સિવાય હૈદરાબાદ, ગોવાની ફ્લાઇટ પણ શરૂ થશે. આ શહેરની ફ્લાઇટ શરૂ થતા વ્યાપાર માટે જતા ઉદ્યોગપતિ- વેપારી અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થી અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે જતા લોકોની સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...