તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસથી એકેય કેસ નહોતો, આજે ગોંડલ તાલુકામાં બે નવા કેસ નોંધાયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લામાં ફરી કોરોનાના કેસ નોંધાયા - Divya Bhaskar
રાજકોટ જિલ્લામાં ફરી કોરોનાના કેસ નોંધાયા
  • બેંગ્લોરથી ટ્રાવેલ કરીને આવેલા કેટલાક લોકોમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14913 છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના શૂન્ય કેસ આવતા કોરોનામુક્ત જિલ્લો રહ્યો હતો જો કે 15 દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ આજે ફરી કોરોનાએ દેખા દીધી છે. જેમાં ગોંડલ તાલુકામાં બે નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યો છે.તહેવારોમાં લોકોની ફરવા - ફરવાનાં સ્થળોએ ભારે ભીડ જોવા મળ્યા બાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં કોરોના કેસ સામે આવી રહયા છે. ગઇકાલે જામનગરમાં એક કેસ નોંધાયા બાદ આજે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં બે કેસ નોંધાયા છે.

જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14913 થઈ
ગોંડલ શહેરમાં એક અને ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં એક કોરોના કેસ સામે આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.બેંગ્લોર (કર્ણાટક)થી ટ્રાવેલ કરીને આવેલા કેટલાક લોકોમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા હોય સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ હાથ ધર્યુ છે. અગાઉ રાજકોટ જિલ્લામાં 21 ઓગસ્ટનાં રોજ એક કેસ નોંધાયો હતો. ત્યાર બાદ આજ સુધી ઝીરો રહયા હતા.

રાજકોટ શહેરનો રિકવરી રેટ 98.90 ટકા થયો
રાજકોટ શહેરમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજ સુધીના કુલ પોઝિટિવ કેસ 42 હજાર 812 છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા આજ સુધીમાં 42 હજાર 344 છે. રાજકોટ શહેરનો રિકવરી રેટ 98.90 ટકા થયો છે. તે ઉપરાંત શહેરમાં આજ સુધીમાં કુલ 13 લાખ 52 હજાર 424 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે શહેરનો પોઝિટિવિટી રેટ 3.17 ટકા થયો છે.

વેક્સિનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પૂર જોશમાં ચાલી રહી છે
વેક્સિનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પૂર જોશમાં ચાલી રહી છે

જે સમયે ધોરાજીમાં એક કેસ નોંધાતા આસપાસનાં એરીયામાં સઘન ચેકીંગ હાથ ધરાયુ હતુ. રાજકોટમાં હાલ 10 દર્દીઓ સારવાર લઈ રહયા છે. આજે બે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14913 છે જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધી 42812 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે.

રાજકોટના 96 ગામોમાં 100% વેક્સિનેશન
રાજકોટ જિલ્લામાં કોરોના પ્રતિરોધક વેક્સિનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી થકી રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાના અનેક ગામોમા 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. તાલુકા વાઈઝ ધોરાજીના 3, ગોંડલના 7, જામકંડોરણાના 13, જસદણના 7, જેતપુરના 22, કોટડા સાંગાણીના 2, લોધિકાના 5, પડધરીના 15, રાજકોટના 12, ઉપલેટાના 2 તેમજ વીંછિયાના 4 ગામોમાં રસીકરણ ૧૦૦ % ટકા પૂર્ણ થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...