તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • There Was Looting In Sindh, They Left Wearing Burqas To Avoid Being Caught, Came To Hindustan As Refugees And Got Identified

આજે વિશ્વ રેફ્યુજી ડે:‘સિંધમાં લૂંટફાટ થતી હતી ત્યારે બુરખા પહેરીને નીકળી ગયા, હિન્દુસ્તાનમાં રેફયુજી બનીને આવ્યા અને અમને ઓળખ મળી’

રાજકોટ4 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
એક સમયે સિંધ પ્રાંતમાં આવા ઘરમાં સિંધીઓ વસતા.
  • રાજકોટમાં 1950ના વખતથી રેફ્યુજી કોલોની છે, જ્યાં સિંધથી આવેલા સિંધી સમાજના લોકો વસે છે

પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં અમે વસતા હતા. ત્યાં અમારી જમીન હતી. જેની પાસે જમીન હોય તેઓ જમીનદાર તરીકે ઓળખાતા. કોઇ ખેતી કરતા હતા. ત્યાં લૂંટફાટ થતી હતી માફિયાઓ માર મારતા હતા.માલ મિલકત,ઘર મકાન, જમીન બધું જ ત્યાં મુકીને લોકો ત્યાંથી હિજરત કરવા લાગ્યા. રસ્તા વચ્ચે કોઈ પકડી ના લે અને ઓળખાઈ ના જાય તે માટે બુરખા પહેરીને નીકળી ગયા હતા. સમુદ્ર માર્ગે પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવ્યા. ત્યાંથી કોઇ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્ર એમ અલગ અલગ વિસ્તારમાં ગયા.

રાજકોટમાં રેફ્યુજી બનીને આવ્યા હોવાથી જે વિસ્તારમાં વસવાટ કર્યો તે વિસ્તારનું નામ રેફયુજી કોલોની નામ પડયું. જે 1950ના વખતથી છે. હાલમાં તો આ વિસ્તારને લાલબહાદુર શાસ્ત્રીનગર નામ આપવામાં આવેલ છે. પરંતુ રેફયુજી કોલોનીથી જ તે ઓળખાય છે. સિંધી સમાજના લોકો ચેટીચાંદ-ગુડી પડવો, ગુરૂનાનક જયંતી હજુ પંરપરાગત પધ્ધતિથી જ ઉજવે છે. જેમાં પ્રભાતફેરી, યાત્રાનું આયોજન થાય છે. જ્યારે દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રી, ગણેશોત્સવ તહેવારની ઉજવણી કરે છે.

સિંધ પ્રદેશમાંથી આવીને રાજકોટમાં રેફયુજી તરીકે વસવાટ કરનાર સિંધી સમાજના લોકોએ શરૂઆતના દિવસોમાં ફેરી કરીને કાપડનો ધંધો કર્યો. ટ્રેઈનમાં પીપરમેન્ટ વેચી, ફૂટપાથ પર બેસીને તો કોઈએ દુકાનમાં કરિયાણાની દુકાન શરૂ કરી.જો કે શરૂઆતના દિવસોમાં ભાષા સમજવામાં મુશ્કેલી પડી પરંતુ ધીમે ધીમે તેઓ અહીંની રીત ભાત શીખી ગયા. જ્યારે સિંધી સમાજની સ્ત્રીઓ પણ પહેલેથી જ આત્મનિર્ભર હતી. તેઓ ઘરે બેઠા પાપડ, ખીચા, અથાણા બનાવતી હતી અને સિલાઇકામ અને ભરત ગૂંથણ કરીને આવક મેળવે છે.

અહીં આવ્યા પછી અમને સંતોષ છે, નવી પેઢી ત્યાં જવા માગતી નથી
મજૂરની જેમ નીકળી ગયા હતા. જેને જે વાહન મળ્યું તેમાં બેસીને સૌ કોઇ હિન્દુસ્તાન આવી ગયા. જ્યારે આવ્યા ત્યારે કોઈ આવકનું સાધન હતું નહીં. બધા લોકો મજૂરી કરી, જેને જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા.અહીં આવ્યા પછી અમને સંતોષ છે.અને આર્થિક, સામાજિક, શૈક્ષણિક બધી જ રીતે વિકાસ થયો છે. નવી પેઢી તો ત્યાં જવા નથી માંગતી. - મીરાબેન ન્યાલચંદ આહુજા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો