રાજકોટ ગોકુલનગર આવાસ કૌભાંડ:‘વંચાણે લીધા અન્વયે શાખ આધારિત ડ્રો કરવો’, એટલું લખીને કૌભાંડ થયું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જ્ઞાતિ મુજબ વિંગ ફાળવ્યાની ઘટનાને દબાવવા બીજી વખત કર્યો ગોટાળો
  • ‘મામા’એ અને મનપાના મળતિયા ઈજનેરોએ કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ક્લાર્ક પાસે ગેરરીતિ કરાવી ફ્લેટ ચાંઉ કર્યા

રાજકોટ મહાનગરપાલિકામાં કહેવા માટે મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સત્તાધીશો છે પણ હકીકતની રમત અધિકારીઓ અને ઈજનેરો જ રમતા હોવાની ફરી વખત સાબિતી મળી છે. આ તમામ લોકોની આંખમાં ધૂળ નાખીને આવાસ સેલના કૌભાંડી ઈજનેરોએ ‘મામા’ સાથે મળીને મલાઈ તારવવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા ક્લાર્ક પાસે ‘વંચાણે લીધા અન્વયે શાખ આધારિત ડ્રો કરવો’ તેવી નોંધ ફાઈલ પર મુકાવી નાયબ મ્યુનિસિપલ કમિશનરની સહી કરાવી લીધી છે.

ફાઈલ પર ક્લાર્કની સહીથી અગાઉની નોંધ વંચાણે લીધા અન્યવે શાખ આધારિત ડ્રો 01-09-2018ના કરવો તેમ નોંધ મુકાઇ છે. આ નોંધની પહેલાની એકપણ નોંધમાં કમિશનરે શાખ આધારિત ડ્રો કરવાની સૂચના જ નથી આપી આમ છતાં આ રીતની નોંધ મૂકી નાયબ મ્યુનિસિપલ કમિશનરને વંચાવી જાણે કમિશનરે જ હુકમ કર્યો હોય તેવો ડોળ કરી તેમની પણ સહી કરાવી લીધી હતી.

આ બધો જ ખેલ બીજી વખત થયેલા ડ્રોમાં કરાયો હતો કારણ કે પ્રથમ વખત જે ડ્રો કરાયો હતો અને ફાળવણી કરાઈ હતી તેમાં હકીકતે ડ્રોના નામે ડિંડક કરીને મનપાના અધિકારીઓ અને મળતિયા કૌભાંડીઓએ પોત પોતાની રીતે જ્ઞાતિ મુજબ વિંગ ફાળવી જ્ઞાતિવાદ ભડકાવ્યો હતો. બીજી વખતના ડ્રોમાં આ જ્ઞાતિવાદને સત્તાવાર મંજૂરી મળે તે માટે આવી નોંધ કરાવીને કૌભાંડ આચર્યું હતું.

આવાસ સેલના ઈજનેરોએ ખાયકી કરવા કૌભાંડનો પાયો નાખ્યો, ફાઈલ ત્યાં જ છે
આવાસ સેલના ટેક્નિકલ વિંગના ઇજનેરોએ ગોકુલનગર આવાસ યોજના માટેનો તમામ સરવે કર્યો હતો. લાભાર્થી પણ તેમણે જ નક્કી કરવાના હતા. આ બધા નામો તૈયાર કરી તેમણે વહીવટી શાખાને મોકલી આ તમામને ફ્લેટ ફાળવવા તેવો હુકમ કરી દીધો. ઈજનેરોએ જે નામ મોકલ્યા તેમાંથી મોટાભાગના શંકાસ્પદ હતા જે કદી ત્યાં રહ્યા જ નથી.

એક જ ઘરમાં રહેતા પતિ-પત્નીને અલગ અલગ બતાવી બે મિલકતો પધરાવી દીધી. કોના નામે ફ્લેટ રાખવો કોને નહીં આ બધી જ બાબતો ‘મામા’ને સાથે રાખીને આવાસ સેલના ઈજનેરો જ નક્કી કરતા હતા. આવાસમાં કૌભાંડની ગેરરીતિની તપાસ ચાલુ થઈ તો વહીવટી પાંખ પાસે કોને શા કારણે ફ્લેટ આપી દીધા છે. સમગ્ર કૌભાંડ પરથી પરદો ઊંચકાવવા માટે જે ફાઈલ જરૂરી છે તે આવાસ સેલના ટેક્નિકલ વિંગ પાસે પડી છે અને છૂપાવીને રાખી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...