હવામાન:જુલાઈમાં 100 અને ઓગસ્ટમાં 380 મીમી ઓછો વરસાદ પડ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં છેલ્લા 25 વર્ષમાં દર વર્ષે સરેરાશ જેટલો વરસાદ વરસ્યો હતો તેટલો આ વર્ષે 583 મીમી વરસી ગયો

આ વરસે ચોમાસાની શરૂઆત વહેલી થઇ ગઈ હતી. ત્યાર બાદ ઓગસ્ટ માસમાં લાંબા સમય બાદ લો પ્રેશર બન્યું મોન્સૂન ટ્રફ નોર્મલથી નોર્થ તરફ રહ્યું, જેને કારણે જુલાઈ, ઓગસ્ટ માસમાં વરસાદની ખાધ રહી. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ માસમાં 400 થી 600 મીમી વરસાદ પડતો હોય છે જેના બદલે આ વખતે જુલાઈ માસમાં 297 મીમી અને ઓગસ્ટ માસમાં 20 મીમી જ વરસાદ પડયો છે. આમ, જુલાઈ માસમાં 100 મીમી અને ઓગસ્ટમાં 380 મીમી વરસાદની ખાધ રહી હતી. જ્યારે ગત વર્ષે જુલાઇ માસમાં 461 મીમી અને ઓગસ્ટ માસમાં 676 મીમી વરસાદ પડયો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં છેલ્લા 25 વર્ષનો સરેરાશ વરસાદ આ વર્ષે પણ થઈ ગયો છે. રાજકોટમાં સરેરાશ વરસાદ 581 મીમીનો હોય છે. જ્યારે અત્યાર સુધીમાં 583 મીમી વરસાદ પડયો છે. દર વર્ષે ચોમાસાની પેટર્ન બદલાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ એક મહિનો ચોમાસું મોડુ વિદાય લેશે. હવામાન ખાતાની આગાહી મુજબ મોન્સૂન ટ્રફ સ્ટ્રોંગ બનતા હાલ ચોમાસું સક્રિય બન્યું છે.

જેથી સારા વરસાદની સંભાવના છે. સાૈરાષ્ટ્રમાં પડેલા વરસાદના એક અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ભાગમાં થયો છે. મોન્સૂન ટ્રફને કારણે આ વખતે ચોમાસું ઓકટોબર માસમાં વિદાય લે તેવી સંભાવના છે.

લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના
અત્યારે બંગાળની ખાડીમાં સાયકલોનિક સરકયુલેશન છે જે 24 કલાકમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને તે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. જેને કારણે તે વધુ મજબૂત બનશે અને લો પ્રેશર બન્યાના 48 કલાક બાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવું મનાઈ રહ્યું છે જેને કારણે આ સપ્તાહમાં વધુ વરસાદ થવાની સંભાવના છે.વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર હવે પછીની સિસ્ટમ બને છે તે સપોર્ટેડ હશે તો આખો મહિનો સારા વરસાદ માટેના ઉજળા સંકેતો છે.

અન્ય સમાચારો પણ છે...