તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃત્તિ સામે પરિણામલક્ષી લડત ચલાવવા કરણીસેના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની તર્જ પર ગુજરાતમાં પણ લવ જેહાદ પર અંકુશ મૂકતો કાયદો બનાવવા જનમત તૈયાર કરશે. ધર્મવિરોધીઓ ષડ્યંત્રના ભાગરૂપે આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવા રાજપૂત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી જાડેજાએ જણાવ્યું છે કે, સરકારમાં અમે લવ જેહાદ અને ધર્મપરિવર્તન પર લગામ મૂકતો કાયદો તાત્કાલિક ઘડવા માટે રજૂઆત કરીશું તથા ટૂંક સમયમાં જ ગુજરાતના તમામ જિલ્લા-તાલુકાઓમાં કરણીસેના કલેક્ટરની મુલાકાત લઇ આવેદન આપશે. લવ જેહાદનો ભોગ બનેલા વાલીઓની વ્યથાને સમાજ સુધી લઇ જવા માટે કરણીસેના દ્વારા રાજ્યના ગામે ગામ સુધી કાર્યક્રમો દ્વારા જનમત તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. પત્રકાર પરિષદમાં કરણીસેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પિન્ટુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.