તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઈપણ વોર્ડમાં નગરસેવક કેવા હોવા જોઈએ એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે, ત્યારે વોર્ડ નં. 8ની જો વાત કરવામાં આવે તો સ્થાનિકોનું માનવું છે કે, નગરસેવક પારકી છઠ્ઠીના જાગતલ જેવો હોવો જોઈએ. જે લોકોના પ્રશ્નોને સમજે અને તેનો ઉકેલ સમયાંતરે લાવી શકે. લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, કોર્પોરેટર જમીન સાથે જોડાયેલો હોવો જોઈએ જે લોકોના સીધા સંપર્કમાં રહેતા હોય અને યોગ્ય પ્રતિસાદ પણ આપતા હોય. વધુમાં રહેવાસીઓએ એમ પણ જણાવ્યું હતું કે, જે નગરસેવક તંત્ર પાસેથી કામ કઢાવી શકતો હોય અને સરકારની ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ જનહિત માટે કરી શકે તેજ કોર્પોરેટર બનવાને લાયક છે.
જો ચૂંટાયેલા કોર્પોરેટર વર્ચસ્વ ધરાવતા હોય તો લોકોને ઘણી શાંતિ રહે અને તેમને ઉદભવતી વિવિધ તકલીફો અને સમસ્યાઓનું નિવારણ આવી શકે. લોકોએ અપેક્ષા દાખવતા એમ જણાવ્યું હતું કે, ચૂંટાયા બાદ નગરસેવક માટે પક્ષ બાદમાં અને પ્રજા અને મતદાર પહેલા હોવા જોઈએ. જેથી ચૂંટણી સમયે જેતે ઉમેદવારે મત માટે આવવું ન પડે. એવી જ રીતે સ્થાનિકોએ નગરસેવકની લાયકાત અંગે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકતો હોય તેજ સાચો નગરસેવક તરીકે પ્રસ્થાપિત થઇ શકે. તો બીજી તરફ વોર્ડ 8માં વસતા લોકોમાં મતદાનને લઇ ક્યાંક નીરસતા જોવા મળી તો ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો.
સ્લમ વિસ્તાર હોવાથી નાના વર્ગના લોકોને ઘણી અગવડતા પડે છે
વોર્ડ નં.8માં આવેલી લક્ષ્મીનગર સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તાર સ્લમ હોવાથી ઘણા નાના વર્ગના લોકોને અનેક રીતે અગવડતા પડી રહી છે, તેઓને મરણનો દાખલો કાઢવો હોય તો પણ ઘણી તકલીફો વેઠવી પડે છે, સ્લમ વિસ્તારમાં રહેતા લોકોએ સ્વચ્છતાને લઇ ઘણા પ્રશ્નો કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ સમસ્યાનો ઉકેલ વહેલાસર આવે, તથા વિસ્તારની નજીક જ આરોગ્ય કેન્દ્ર બનાવા જણાવ્યું હતું, તો બીજી તરફ સૂચિત સોસાયટીને વહેલાસર રેગ્યુલરાઈઝ કરવાની પણ માંગ કરી હતી.
હાલના સાંપ્રત સમયમાં યુવા નેતા હોવા જરૂરી
લોકોનું માનવું છે કે, આ સ્થિતિમાં યુવા નેતા જ સમાજને સાચી દિશામાં દોરી શકે છે, કારણ કે આ પહેલા ચૂંટણી સમયે લોકો મત માગવા માટે આવે અને મોટા મોટા વાયદાઓ કરી જાય છે, પણ તે માત્ર વાયદાઓ જ રહી જાય છે. ત્યારે જો યુવા નેતા હોય તો તે લોકોને સમજી શકે અને લોકોની અપેક્ષા મુજબ કાર્યો પણ કરી શકે. સાથો સાથ લોકોએ માગણી કરી હતી કે, બાળકો માટે પ્લે એરિયા, વડીલો માટે સિનિયર સિટિઝન પાર્ક બનાવવો જોઈએ.
આ છે લોકોની અપેક્ષા
વોર્ડ નં. 8ના મતદારો, ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.8ની તમામ બેઠકો ભાજપ પક્ષે જીતી હતી
પુરુષ મતદાર | 32049 |
મહિલા મતદાર | 31468 |
થર્ડ જેન્ડર | 0 |
કુલ મતદાર | 63517 |
કુલ બૂથ | 59 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.