તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • There Is No Testing Kit, No Bed In Tramba Village, Pathri Kovid Center Was Started On The Bed Land, This Will Somehow Become 'my Village, Coronamukta Village'!

વરવી વાસ્તવિકતા:ત્રંબા ગામે ટેસ્ટિંગ કીટ નથી, બેડ નથી, પથારી જમીન પર પાથરી કોવિડ સેન્ટર શરૂ કરાયું, આમાં કંઈ રીતે બનશે ‘મારુ ગામ, કોરોનામુક્ત ગામ’!

રાજકોટ3 મહિનો પહેલા
  • જરૂર જણાય તો જ ટેસ્ટ કરવામાં આવશે - જિલ્લા પંચાયતના પ્રમુખ

રાજ્ય સરકારે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગામડાઓને કોરોનામુક્ત કરવા ‘મારુ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યુ છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ કીટ ઘણા સમયથી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, જે કીટ 40 રૂપિયાની આવતી હતી તેનો ભાવ અત્યારે 250 રૂપિયા થઈ ગયો છે. જેથી આડેધડ ટેસ્ટિંગ નહિ પણ સર્વે કરી જરૂર જણાય તો જ ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા રાત દિવસ એક કરી મહેનત કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં દર્દીઓને સુવડાવવા બેડની વ્યવસ્થા ન હોવાથી પથારી જમીન પર જ પાથરી દેવામાં આવી છે.

કોવિડ કેર સેન્ટરમાં બેડ કે ઓક્સિજન સહિતની સુવિધા નથી
હાલ ત્રંબા ગામમાં 15 કરતા વધુ દર્દીઓ હોમ આઇસોલેટ છે જ્યારે પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં બેડ કે ઓક્સિજન સહિતની સુવિધા ન હોવાથી થોડી મુશ્કેલી જરૂર સર્જાય રહી છે. પરંતુ તકેદારીના ભાગ રૂપે ખાસ પુરૂષ અને મહિલા માટે બે આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યા બાદ રાજ્ય સરકારે તેનું સુકાન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપ્યું છે. મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કોરોનાની સમીક્ષા બેઠક પણ કરી હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.'મારૂ ગામ, કોરોના મુક્ત ગામ' માટે ભાજપે સંગઠનની તાકાત લગાવી છે અને સરપંચ સુધીના લોકોને કામે લાગી જવા ફરમાન કર્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર
જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર

ગામમાં ઓક્સિજન અને રેમડેસિવિર પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફ્ળ
ગામડા ખૂંદી ખૂંદીને હવે કોવિડ કેર સેન્ટરમાં સુવિધાઓ શરૂ કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે. જ્યારે જરૂર હતી ત્યારે લોકો બેડ માટે આજીજી કરતા હતા. પણ હવે કોરોનાના કેસ ઘટ્યા ત્યારે બેડ વધારવા અને કોવિડ સેન્ટરો શરૂ કરવા દોડી રહ્યા છે. ગામડામાં લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર પણ ગામડે પહોંચાડવામાં તંત્ર ઉણું ઉતાર્યું હતું..

અન્ય સમાચારો પણ છે...