સારવાર અંગે માહિતગાર:બ્લડ કેન્સરની ચોક્કસ સારવાર એલોપથીમાં નથી, પરંતુ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કારગર છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મશ્રી વૈદ્ય બાલેન્દુ પ્રકાશે વિદ્યાર્થીઓને જટિલ રોગની સારવાર અંગે માહિતગાર કર્યા

વી.એમ.મેહતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, આણંદપર ખાતે તાજેતરમાં ગાર્ડી વિદ્યાપીઠના સીસી હોલમાં ઉત્તરાખંડ નિવાસી અને પદ્મશ્રીથી સન્માનિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુપ્રસિદ્ધ રસવૈદ્ય, વૈદ્ય બાલેન્દુ પ્રકાશની રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૧૪ રાજ્યોના આયુર્વેદના વિદ્યાર્થીઓ, વૈદ્યો ઉપરાંત નેપાળના વૈદ્ય પણ જોડાયા હતા. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જટિલ રોગોની પણ સારવાર આડ-અસર વગર કરવી શક્ય છે. આ વિષય ઉપર વધુ પ્રકાશ પુરાવા આધારિત આયુર્વેદ ચિકિત્સા પર વક્તવ્ય આપ્યું હતું. આ રાષ્ટ્રીય પરિષદમાં તેઓ તેમણે એલર્જીથી થતી શરદી, માઈગ્રેન, અસ્થમા, બ્લડ કેન્સર આ બધા જટિલ રોગોમાં આયુર્વેદના સચોટ અને સંશોધનો દ્વારા સિધ્ધ કરેલા તેમના શ્રેષ્ઠ પરિણામો ઉપર માર્ગદર્શન પણ આપ્યું હતું.

વૈદ્ય બાલેન્દુ પ્રકાશએ વિશેષમાં જણાવ્યું કે બ્લડ કેન્સર લ્યુકેમિયાનો એક પ્રકાર કે જેની ચોક્કસ સારવાર એલોપથીમાં પણ નથી તેમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કારગર નિવડે છે. જેને લેબોરેટરી રિસર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. લોહીમાં રહેલ લોહતત્વને આયર્ન તથા ફોલિક એસિડની દવાઓ કરતા પણ વધુ સારી રીતે ચોક્કસ આયુર્વેદિક દવાઓ દ્વારા ટૂંકા સમયગાળામાં વધારી શકાય છે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારના માઇગ્રેનની જડમૂળથી સારવાર આયુર્વેદ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ શકી છે. હજુ પણ આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ ક્ષેત્રે ઘણું બધું ઇન્ટરનેશનલ રિસર્ચ કરવાનો સ્કોપ જોઈ શકાય છે. પરિષદના અંતભાગમાં બાલેન્દુ પ્રકાશએ પેટન્ટ તથા માન્ય માપદંડ પર ખરી ઉતરતી દવાઓ વિકસાવવા માટેનો અભિગમ કેળવવા, કોન્ફરન્સમાં ઉપસ્થિત અને આયુર્વેદ પધ્ધતિની પ્રેક્ટિસ કરતા ડોકટરોને અનુરોધ કર્યો હતો. આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...