મોટાદડવા ગામે બસસ્ટેશન હોવા છતાં બસો બારોબાર રવાના થઇ જતી હોવાથી મુસાફરોમાં ભારે રોષની લાગણી ફરી વળી છે. જસદણ ડેપો, ગોંડલ ડેપો તેમજ બોટાદ સહિત અનેક ડેપોની બસો ગોંડલ જૂનાગઢ ભાવનગર અમદાવાદ સુધી ચાલતી હોય પરંતુ એસ.ટી બસો અંદર ન આવતાં અનેક મુસાફરોને રોડ પર નાછૂટકે ઉભવું પડી રહ્યું છે.
આ અંગેના જાણવા મળતા અહેવાલ અનુસાર મોટાભાગની બસો બારોબાર હંકારી દેવાતી હોવાથી મુસાફરો રઝળી રહ્યા છે. જો કે બસસ્ટેશન હોવા છતાં એસ.ટીના ડ્રાઇવર શોર્ટકટમાં જ બસ ની સ્પીડમા વધારો કરી હાંકી મૂકે છે. જેમાં અમદાવાદ જૂનાગઢ ,બોટાદ જૂનાગઢ તથા જૂનાગઢ સાળંગપુર તથા ધોરાજી ભાવનગર તેમજ ધોરાજી જસદણ સહિત ચોટીલા જતી અનેક બસને અંદર લાવવાની ડ્રાઇવરો તસ્દી લેતા નથી. આથી મોટાદડવાના ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. આ અંગે અનેક વખત ડેપો મેનેજરને ફરિયાદ કરવા છતાં પરિણામ મળતું નથી.
આથી આંદોલનકારી ભાષાનો પ્રયોગ થાય તે પહેલાં તંત્ર જાગે તે આવશ્યક છે. લોકો નક્કી કરેલા સ્થળે જવા બસસ્ટેન્ડ પર પહોંચે છે પરંતુ બસ બહારથી જ નીકળી જતી હોય મુસાફરને રાહ જોવાનો જ વારો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.