સમસ્યા:રાજકોટ ગ્રામ્યમાં 569 શિક્ષકની ઘટ છે : સરકારે માગ્યો રિપોર્ટ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂર ભણશે ગુજરાત, પરંતુ શિક્ષક વિના કેમ ભણશે

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓમાં દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં સરકારી શાળાઓનું સ્તર કથળી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. કોરોનાકાળ બાદ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના દાખલ થવામાં વધારો થયો છે. પરંતુ બીજી બાજુ સરકારી શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ખાનગી શાળા દ્વારા વસૂલવામાં આવતી મસમોટી ફી સામે આજના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તે માટે સરકાર દ્વારા અતિ આધુનિક પદ્ધતિથી અને અદ્યતન સુવિધા સાથે શાળા બનાવવામાં આવી રહી છે.

ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમની શાળાની સંખ્યામાં પણ વધારો કરી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ વિદ્યાર્થીના અભ્યાસ માટે શાળાના સ્ટ્રક્ચર સાથે શિક્ષકો પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે રાજકોટ ગ્રામ્યની શાળાઓમાં 569 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં શિક્ષકોની ઘટ અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ઘટ શિક્ષકોની માહિતી માંગવામાં આવી, ત્યારે સમગ્ર માહિતી બહાર આવી છે.

રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવાના જણાવ્યા અનુસાર ગ્રામ્યમાં મંજૂર થયેલા શિક્ષકોની સંખ્યા 5276 છે, જ્યારે તેની સામે કામ પર રહેલા 4707 શિક્ષકો છે. જેથી કુલ 569 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેમાં પ્રાથમિક વિભાગ ( ધો. 1થી 5 )ના 321 અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ( ધો. 6થી 8 )ના 248 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. સરકાર દ્વારા સર્વે કરી, આંકડાકીય માહિતી મેળવી આગામી સમયમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી ઘટતા શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે.

પ્રાથમિક વિભાગ (ધો.1થી 5)

મંજૂર થયેલા શિક્ષકો

હાજર શિક્ષકોઘટતા શિક્ષકો
30552721321

ઉચ્ચ પ્રાથમિક વિભાગ ( ધો. 6થી 10 )

શિક્ષકોમંજૂર શિક્ષકહાજર શિક્ષકઘટતા શિક્ષક
ભાષાના શિક્ષકો81676947

ગણિત - વિજ્ઞાનના શિક્ષકો

73866177

સામાજિક વિજ્ઞાનના શિક્ષકો

667543124
અન્ય સમાચારો પણ છે...