ચોરી:બુલેટના શો રૂમ, વર્કશોપમાં રૂપિયા 5.36 લાખની ચોરી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરવાજો, છતનું પીઓપી તોડી પ્રવેશ કર્યો
  • ​​​​​​​રાજકમલ પેટ્રોલ પંપ પાસે બનેલો બનાવ

શહેરમાં ચોરીના વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવમાં ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે આવેલા આદિત્ય મોટો ગુજરાત પ્રાઇવેટ લિ. નામના બુલેટના શો રૂમ અને તેના વર્કશોપમાં બન્યો છે. અહીંથી કોઇ જાણભેદુ શો રૂમના એકાઉન્ટ ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા રૂ.4,67,086 તેમજ વર્કશોપમાં રહેલા ટેબલના ખાનામાંથી રોકડા રૂ.8,960 અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ.5.36 લાખની મતા ચોરી ગયું હતું.

તસ્કરે ડાયરેક્ટરની ઓફિસનો દરવાજો અને છતનું પીઓપી તોડી શો રૂમમાં પ્રવેશ કર્યો હોવાનું જોવા મળ્યું હતું. બનાવ અંગે વિદ્યુતનગર-1માં રહેતા મનીન્દરસિંઘ જલમીતસિંઘ ધિલ્લોને માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી તસ્કરનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી છે. શહેરમાં ચોરીના બનાવો વધતાજાય છે ત્યારે પોલીસે તસ્કરોને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું છે.

અન્ય સમાચારો પણ છે...