તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:કોવિડ ગાઇડલાઇન મુજબ સોમવારથી રાજકોટનું ઝૂ ખૂલશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંજરામાં પૂરાયેલા જીવો ઉપરાંત માર્ગમાં મોર, ઢેલ અને અન્ય પ્રાણી જોવા મળશે

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝૂ સોમવારથી ખૂલવા જઈ રહ્યું છે. સવારે 9થી 6 દરમિયાન ઝૂ ખુલ્લું રહેશે અને મુલાકાત લેવા આવતા તમામ લોકોનું ટેમ્પરેચર માપીને જ પ્રવેશ અપાશે. દ્વાર પર જ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરી હશે અને ઝૂમાં ફરતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રહેશે. ઝૂ વિશાળ જગ્યામાં ફેલાયેલું હોવાથી મુલાકાતીઓની મહત્તમ સંખ્યા નક્કી થઈ નથી.

માર્ચમાં કેસ વધતા ફરી પ્રતિબંધ લગાવ્યો હતો. આથી લોકોની નહીંવત અવરજવરને કારણે ઝૂમાં ક્યા ફેરફારો થયા તે અંગે સુપરિન્ટેન્ડેન્ટ ડો. હિરપરાએ જણાવ્યું હતું કે, ‘ઝૂમાં જંગલી પ્રાણીઓ ઉપરાંત મુક્ત રીતે વિહરતા પશુ-પક્ષીઓ પણ છે. બે તળાવની વચ્ચેનું સ્થળ હોવાથી ઘણા પ્રાણીઓ છે.

આટલા દિવસ સુધી માનવીય હલનચલન ન રહેતા મોર સહિતના પક્ષીઓ હવે ઝૂના માર્ગ પર જોવા મળે છે પહેલા તે જંગલમાં જ રહેતા પણ હવે તેમની સંખ્યા વધી હોય તેવું લાગી રહ્યું છે.’ ઝૂમાં હાલ 55 પ્રજાતિના 446 પ્રાણીઓ છે અને હવે અન્ય પક્ષીઓની સંખ્યા પણ વધતા લોકોને પાંજરા અને તેની બહાર બંને જગ્યાએ પશુ-પક્ષીઓ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...