મોસમનો મિજાજ:યુવાનોએ રામનાથ નદીમાં ડૂબકી લગાવી નહાવાની મજા માણી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં વરસેલા ભારે વરસાદના પગલે રામનાથપરા મંદિર અડધું ડૂબી ગયું હતું. આજી ડેમ ઓવરફ્લો થતા પાણી રામનાથપરા મંદિર થઇ જઈ રહ્યું હતું. હાલ વરસાદ થંભી ગયો છે પરંતુ રામનાથપરા મંદિર પાસે નદી ભરાય છે જેમાં આસપાસના યુવાનો નહાવાની અને ડૂબકી લગાવવાની મજા માણી રહ્યા છે.

રાજકોટમાં સારો વરસાદ થતા વાતાવરણમાં ટાઢક અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજકોટને રંગીલું કહેવામાં આવે છે. અહીં ભારે વરસાદમાં લોકો પાણી ભરેલા અન્ડરબ્રિજને પણ સ્વિમિંગ પૂલ બનાવી દે છે અને નહાવાની મજા લે છે. તસવીરમાં રામનાથ નદીમાં યુવાનો પણ કૂદકા લગાવીને નહાવાની મજા લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...