તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ખોડિયારપાર્કના યુવાને બેકારીથી કંટાળી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્ની સાથે પગાર મુદ્દે ઝઘડો થતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

લોકડાઉનને કારણે શ્રમિકો આર્થિક સહિતના મુદ્દે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સામાન્ય લોકો આપઘાત કરવા તરફ પ્રેરાઇ રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં લોકડાઉનને કારણે આર્થિક ભીંસ અનુભવી રહેલા યુવાને જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અન્ય એક બનાવમાં લોકડાઉનને કારણે પગારના પત્ની સાથે થયેલા ઝઘડાથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી કાર્યવાહી કરી હતી. શહેરના મોરબી રોડ પર આવેલા ખોડિયારપાર્ક-2માં રહેતા નિરવ બાબુભાઇ ભાડુકિયા નામના યુવાને ગત મોડી રાતે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. દરમિયાન બુધવારે સવારે યુવાને દમ તોડ્યો હતો. બી ડિવિઝન પોલીસમથકના એએસઆઇ યુ.બી.પવારની તપાસમાં મૃતક યુવાન મૂળ લોધિકાના ચીભડા ગામનો હોવાનું અને તે રાજકોટમાં મોટા ભાઇ સાથે રહી ચાંદીકામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.  દરમિયાન લોકડાઉનને કારણે કામ નહીં મળવાથી નિરવ આર્થિક સંકડામણ અનુભવતો હતો. તેને કારણે તે ચિંતિત રહેતો હોય કંટાળીને આ પગલું ભરી લીધાનું અપરિણીત મૃતક યુવાનના મોટા ભાઇએ પોલીસને જણાવ્યું છે. જુવાનજોધ પુત્રનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. અન્ય એક બનાવ રાજકોટના ગવરીદળ ગામે પ્રકાશમાં આવ્યો છે. ગામમાં જ રહેતા અને મહાનગરપાલિકાની કચરા ગાડીમાં હંગામી કામદાર તરીકે નોકરી વિજય સોમાભાઇ મૂછડિયા નામના યુવાને મંગળવારે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારને ખબર પડતા તુરંત વિજયને નીચે ઉતારી સારવાર  માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં લોકડાઉનને કારણે વિજય નોકરીને કારણે બહાર રહેતો હોવાથી તેને મળેલા પગારમાંથી થોડી રકમ ઘરમાં આપતા પત્ની સાથે ઝઘડો  થયો હતો. જે બાબતનું માઠું લાગતા પગલું ભર્યાનું વિજયે પોલીસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો