તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુવકે ફોલોઅર્સ વધારવા ઇન્સ્ટાગ્રામ પર સગીરાનું ફેક આઇડી બનાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટની યુવતીએ સાઇબર ક્રાઇમમાં જાણ કરી’તી
  • વીરપુરના શખ્સને પોલીસે ઝડપી લઇ સરભરા કરી

સોશિયલ મીડિયામાં પોતાના દ્વારા પોસ્ટ કરાયેલા ફોટા મેસેજને વધુ લાઇક મળે તે માટે કેટલાક લોકો અવનવા ખેલ કરતા હોય છે અને આવા ખેલ ક્યારેક મોંઘા પણ પડે છે, આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વીરપુરના શખ્સે ફોલોઅર્સ વધારવા માટે રાજકોટની સગીરાના નામનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી તેમાં ફોટા પોસ્ટ કર્યા હતા. પોલીસે વીરપુરના શખ્સને ઝડપી લઇ તેની આગવીઢબે સરભરા કરી હતી.

રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે વીરપુરના ભાવેશ કાળુ મકવાણાનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પોતાના મોબાઇલમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વાપરે છે, ગત તા.13 સપ્ટેમ્બરના સગીરાના ધ્યાન પર આવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર તેના નામનું ફેક આઇડી બનાવવામાં આવ્યું છે અને તેના પર તેનો ફોટો પણ મુકવામાં આવ્યો છે, ફેક આઇડી બનાવનારે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પણ પોસ્ટ કર્યા હતા.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે આ અંગે ગુનો નોંધી વીરપુર જઇ ભાવેશ કાળુ મકવાણા (ઉ.વ.20)ને ઝડપી લીધો હતો. પોલીસ સમક્ષ ભાવેશ કેફિયત આપી હતી કે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધે તે માટે સગીરાના નામનું ફેક આઇડી બનાવ્યુ હતું, ભાવેશે આ રીતે અન્ય કોઇ યુવતીના નામ કે ફોટાનો ઉપયોગ કર્યો હતો કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. સોશિયલ મિડીયા પર ફેક ન્યૂઝના કારણે અનેક લોકો પરેશાન થાય છે અા ઉપરાંત આવા તત્વો બોગસ આઇડી બનાવી મહિલા કે અન્યની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડતા હોય છે. જેના પગલે રાજકોટ પોલીસે તાત્કાલીક યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...