પોલીસ ફરિયાદ:પ્રેમી સાથે ભાગેલી તરુણીએ ઘરે ફોન કરી કહ્યું, ફરિયાદ કરતા નહીં

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં, પાંચ દિવસ પહેલા સાંજના સમયે પત્ની સાથે બહાર ગયા હતા. પરત ઘરે આવ્યા ત્યારે બીજા નંબરની અને ધો.7માં ભણતી 16 વર્ષની પુત્રી ઘરમાં જોવા મળી ન હતી. ઘણી તપાસ કરવા છતા પુત્રીની ભાળ મળી ન હતી.

દરમિયાન દોઢ વર્ષ પહેલા પુત્રીને મોબાઇલ પર કોઇ સાથે વાત કરતા પકડી હતી ત્યારે તેને એવું કહ્યું કે, તે લાખાજીરાજ ઉદ્યોગનગર, ચુનારાવાડ-6માં રહેતા મયૂર રમેશ ભટ્ટી સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતુ.

બાદમાં તેના મોબાઇલ નંબર મેળવી ફોન કરતા તે સ્વીચ ઓફ આવતા તે જ ભગાડી ગયાની શંકા દ્રઢ બની હતી. ત્યારે બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેથી પુત્રી બોલતી હતી અને તેને ફરિયાદ કરતા નહીં તેવું કહી ફોન કટ કરી નાંખ્યો હતો. અંતે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.