તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમીને પામવા પ્રયત્ન:UPમાં રહેતા પ્રેમીને પરણવા યુવતી સાઇકલ લઈ નીકળી ગઈ, અભયમની ટીમે 3.30 કલાકે મનાવી, પિતા પર છેડતીના પ્રયત્નનો આક્ષેપ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • સાવકા પિતા હેરાન કરતા હોવાનું બહાનું આપ્યું

રાજકોટમાં રહેતી સોહાના અને યુપીમાં રહેતા શુભમ વચ્ચે પ્રેમસંબંધ હતો. શુભમ સાથે લગ્ન કરવા માટે સોહાના કારખાને જવાનું બ્હાનું આપીને પોતાના ઘરેથી સાઇકલ લઈને નીકળી ગઇ હતી. 181ની ટીમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને બચાવવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે યુવતીએ પોતાના સાવકા પિતા તેને હેરાન કરતા હોવાનું બહાનું આપ્યું હતું. યુવતીને મનાવતા 181ની ટીમને 3.30 કલાકનો સમય નીકળી ગયો હતો. 181ના કાઉન્સેલર શીતલબેનના જણાવ્યાનુસાર શનિવારે તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, આજી ડેમ નજીક આવેલ શીતળા માતાના મંદિરે એક યુવતી બપોરના 3.00 વાગ્યે એકલી બેઠી છે.

અભયમની ટીમે પિતાની લેખિતમાં ખાતરી લીધી
181ની ટીમ સ્થળ પર પહોંચીને યુવતી સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તે યુપીમાં રહેતા એક યુવકને પ્રેમ કરે છે, પરંતુ તેના માતાપિતા તેના લગ્ન બીજે કરાવી દેશે. તેની માતાએ બીજા લગ્ન કર્યા છે. તેથી તેના પિતાએ તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી તે કંટાળીને તેના ઘરેથી મંદિરે આવી ગઇ છે.યુવતીના માતાપિતાએ 181ની ટીમને એવું કહ્યું હતું કે, જો તેમને જણાવ્યું હોત તો તેને ગમતા છોકરા સાથે લગ્ન કરાવી દેત. જ્યારે 181ની ટીમે યુવતીના પિતા પાસેથી હેરાન નહિ કરવાની લેખિતમાં ખાતરી પણ માગી હતી. જ્યારે યુવતીને આ રીતે ઘરેથી બહાર નહીં જવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો