તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં રિક્ષાચાલકની પ્રામાણિકતા:યુવાનની 50 હજાર રૂપિયા ભરેલી થેલી રસ્તામાં પડી ગઇ, રિક્ષાચાલકને મળી, પોલીસે CCTVના આધારે રિક્ષાચાલકને શોધી થેલી પરત કરી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે પૈસાની બેગ મૂળ માલિકને પરત કરી - Divya Bhaskar
પોલીસે પૈસાની બેગ મૂળ માલિકને પરત કરી
  • યુવાન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી 50 હજાર રૂપિયા ઉપાડી બાઇક પર ઘર તરફ જતો હતો

રાજકોટમાં યુવાન બેંકમાંથી 50 હજાર રૂપિયા ઉપાડીને બાઇક પર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં રૂપિયા ભરેલી થેલી પડી ગઈ હતી. બાદમાં થેલી શોધવા રસ્તા પર હતો ત્યારે પેટ્રોલિંગમાં રહેલી પોલીસે તેની મદદ કરી હતી. આ થેલી રિક્ષાચાલકને મળી હોવાથી સીસીટીવીના આધારે પોલીસ તેને શોધ્યો હતો. બાદમાં રિક્ષાચાલકે પોલીસ સ્ટેશન આવીને યુવાનને તેની 50 હજાર ભરેલી થેલી પરત કરી પ્રામાણિકતા વ્યક્ત કરી હતી.

CCTVના આધારે રિક્ષાચાલકને પોલીસે શોધ્યો
માલવીયાનગર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બિગ બજાર પાસે એક વ્યક્તિ કંઈક શોધી રહ્યો હતો. જેથી પોલીસે જણાવ્યું કે કંઈ તકલીફ છે. તો મોહનભાઈ હાપલીયા નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી 50 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડ્યાં હતા. જે પૈસા થેલીમાં રાખી મોટર સાઇકલ લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન પૈસાની થેલી પડી ગઈ છે. આ થેલી રિક્ષાચાલકને મળી હતી. CCTVના આધારે પોલીસે રિક્ષાચાલકની શોધી થેલી મૂળ માલિકને પરત કરાવી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

પોલીસે રિક્ષાના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી
સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પૈસા ભરેલી થેલી એક રિક્ષાચાલક ઉઠાવી રહ્યો હતો. જેથી પોલીસે રિક્ષાચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસે રિક્ષાચાલકની રિક્ષાના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.

પોલીસે પૈસાની થેલી રિક્ષાચાલક પાસેથી કબ્જે કરી
રિક્ષાચાલકના નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં રિક્ષાચાલકનું નામ અને સરનામુ મળી આવ્યું હતું. જેથી પોલીસે રિક્ષાચાલકના ઘરે જઈ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે જાહેર રોડ પર એક થેલી પડેલી જોવામાં આવતા મેં લઈને રિક્ષામાં રાખી દીધી હતી. જે પૈસાની થેલી પોલીસે કબ્જે કરી મૂળ માલિકને પરત કરી સરાહનીય કામગીરી કરી છે.

અગાઉ રાજકોટમાં 5 તોલા સોનું મૂળ માલિક સુધી પહોંચાડી યુવાને પ્રામાણિકતા દાખવી હતી
ત્રણ મહિના પહેલા શહેરની દોશી હોસ્પિટલમાં કોઇ વ્યક્તિ કાગળમાં વીંટેલા 5 તોલા સોનાના દાગીના ભૂલી ગયા હતા. મૂળ ખારચિયા હાલ રાજકોટમાં રહેતા ઘનશ્યામભાઇ પોતાની માતાની દવા લેવા માટે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓને આ દાગીના તેઓએ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને વોર્ડ નં-13ના શૈલેષભાઇ ડાંગરના સહકારથી આ દાગીના મૂળ માલિક મહેન્દ્રભાઇ કોટકને પરત કરી ઇમાનદારી દાખવી હતી. મહેન્દ્રભાઇએ ઘનશ્યામભાઇનું ફૂલનો હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો