તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સમાધાન કરવા ગયેલા યુવાનને છરીના ઘા ઝીંક્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂપગઢ ગામે કૂવાના પાણી મુદ્દે મારામારી

શહેરના મવડી વિસ્તારમાં જૂના ઝઘડાના મનદુ:ખમાં યુવાનને છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. અન્ય બનાવમાં ભૂપગઢ ગામે સહિયારા કૂવામાંથી પાણીના મુદ્દે ભાઇઓ વચ્ચે મારામારીનો બનાવ બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

નવલનગર-9માં રહેતા રફિક અનવરભાઇ કોંઢિયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને અગાઉ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રાહુલ સબાળ સાથે ડખો થયો હતો. જેનું મનદુ:ખ ચાલતું હોય ગત મોડીરાતે જૂના મનદુ:ખનું સમાધાન કરવા માટે શ્રીનાથજી સોસાયટી ગયો હતો. ત્યારે મામલો વધુ બિચકતા રાહુલ સાથે ફરી ઝઘડો થયો હતો. જેથી રાહુલ ઉશ્કેરાઇ જઇ પેન્ટના નેફામાંથી છરી કાઢી આડેધડ ચાર ઘા ઝીંકી નાસી ગયો હતો. હુમલામાં ગંભીર ઇજા થતા સારવાર માટે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી હુમલાખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય બનાવ તાલુકાના ભૂપગઢ ગામે બન્યો છે. સહિયારા કૂવામાંથી ખેતીમાં પીયત કરી દેતા પૌત્ર જયદીપે નાના ભાઇ દિનેશને સમજાવવા વાત કરી હતી. જેથી દિનેશ ઉશ્કેરાઇ જઇ પૌત્ર જયદીપને તમાચો મારી દેતા પોતે નાના ભાઇ દિનેશને સમજાવવા જતા માર માર્યાનું વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો