તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇક દોરીને પેટ્રોલ પૂરાવવા જઇ રહેલા યુવાનને નડ્યો કાળ, ડમ્પરે કચડી નાખ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે વિચિત્ર અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, કુવાડવા ગામે શિતળામાતાના મંદિર પાસે રહેતા નાનજીભાઇ સીતાપરા નામનો યુવાન રવિવારે સાંજે બાઇકમાં પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપ જઇ રહ્યો હતો. ત્યારે અમદાવાદ તરફથી પૂરઝડપે ધસી આવેલું ડમ્પર બાઇક દોરીને જઇ રહેલા યુવાનને ઠોકરે ચડાવી નાસી ગયું હતુ.

અકસ્માતના બનાવને પગલે ઇજાગ્રસ્ત યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. પસાર થતા કોઇ વાહનચાલકે 108ને જાણ કરી હતી. જેથી બનાવ સ્થળે દોડી ગયેલી 108ની ટીમે તપાસ કરતા યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું અને કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક યુવાનના ભાઇ મુકેશની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે. યુવાનનાં મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો