તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Young Man Who Did Not Pay For New Clothes Shortened His Life, The Young Man Was Pronounced Dead Before He Could Be Treated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાં:નવા કપડાંના પૈસા નહીં આપતા યુવાને જિંદગી ટૂંકાવી, યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દિવાળીના તહેવાર ઉપર આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના કુબલિયાપરા-5માં રહેતા રાહુલ ભલાભાઇ સોલંકી નામના 18 વર્ષના યુવાને તેના ઘરે ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં બે ભાઇ, ચાર બહેનમાં રાહુલ નાનો હતો. મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા ભલાભાઇ પાસે રાહુલે દિવાળીના તહેવાર પર નવા કપડાં ખરીદવા માટે પૈસા માગ્યા હતા, પરંતુ પિતાએ પૈસા નહીં આપતા પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

આ ઉપરાંત શહેરમાં અપમૃત્યુના અન્ય બે બનાવમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા સરસ્વતીનગર-2માં ભૂમિકા રાજુભાઇ સોલંકી નામની 14 વર્ષની તરુણી તેના ઘરે અગમ્ય કારણોસર બેભાન થઇ હતી. આથી તાત્કાલીક તને હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેનુ મોત નીપજ્યાનું જાહેર થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં નાનામવા સર્કલ હરિદ્વારપાર્કમા રહેતી શ્રુતિ ટાંકરભાઇ સોના નામની પરિણીતાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું છે. શ્રુતિના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો