તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:યુવાને તેની પૂર્વ પત્નીને બદનામ કરતી સ્ટોરી વાઇરલ કરી દીધી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને તેની પૂર્વ પત્નીને બદનામ કરતી સ્ટોરી વાઇરલ કરી દીધી

રાજકોટની યુવતીએ પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સુરતના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા, છતાં તેના પૂર્વ પતિએ ત્રાસ આપવાનું બંધ નહીં કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પૂર્વ પતિએ યુવતીને બદનામ કરતી અને ધમકી આપતી સ્ટોરી સોશિયલ મીડિયા પર મૂકી તેને ફરતી કરી હતી.

સુરતના પ્રિન્સપાર્કમાં રહેતી નિલમબેન નિઝારભાઇ હુદાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ પતિ રૈયાધારના રત્નમ એલિગન્સ ફ્લેટમાં રહેતા અકબર અમીર ધાનાણીનું નામ આપ્યું હતું. નિલમબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન 2008માં અકબર ધાનાણી સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે પુત્રની પ્રાપ્તિ થઇ હતી, ત્યારબાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતાં તા.2 માર્ચ 2020ના છૂટાછેડા લઇ લીધા હતા અને છૂટાછેડા વખતે નક્કી થયા મુજબ મોટાપુત્ર આરવનો કબજો અકબર પાસે અને નાનાપુત્રનો કબજો નિલમબેન પાસે રાખવાનો નિર્ણય લેવાયો હતો.

ત્યારબાદ ગત તા.1 નવેમ્બર 2020ના નિલમબેનના બીજા લગ્ન સુરતના નિઝારભાઇ હુદા સાથે થઇ ગયા હતા, બીજા લગ્ન કરી લીધા હોવા છતાં નિલમબેનને પૂર્વ પતિ અકબર ત્રાસ આપતો હોય નિલમબેને તેના નાના પુત્ર આર્યનનો કબજો પણ રાજીખુશીથી પૂર્વ પતિ અકબરને આપી દીધો હતો, આમ છતાં તેણે પૂર્વ પત્નીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને ગત તા.1 અને તા.2ના અકબરે સોશિયલ મીડિયામં બે પોસ્ટ મૂકી હતી અને તેમાં નિલમબેનને બદનામ કરતું અને ધમકી આપતું લખાણ લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...