આત્મહત્યા:મગજ ભમતો હોવાથી યુવાને ઘરમાં ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના નાનામવા રોડ પર આવેલા મેઘમાયાનગર-3માં રહેતા મુકેશ કેશુભાઇ ચૌહાણ નામના યુવાને તેના ઘરે હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. સારવાર લઇ રહેલા મુકેશના પરિવારની પૂછપરછ કરતા મુકેશ પાંચ ભાઇમાં વચેટ છે.

તે અગાઉ ફાયરબ્રિગેડમાં એમ્બ્યુલન્સ સાફસફાઇનું કામ કરતો હતો, પરંતુ ગમે તે કારણોસર છેલ્લા કેટલાક સમયથી તે કામે જતો ન હતો. દરમિયાન આજે રૂમમાં જઇ ફાંસો ખાધો હતો. તે જ સમયે પુત્ર રૂમમાં જતા પિતા મુકેશભાઇને લટકતા જોઇ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી બધા રૂમમાં દોડી ગયા હતા અને તુરંત મુકેશને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મુકેશ કેટલાક દિવસથી મગજ ભમતો હોવાનું રટણ રટતો હોય તે કારણથી પગલું ભર્યાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...